________________
સત્સંગ હોય તો અમને ઘર પણ વનવાસ જ છે.” શ્રી સૌભાગ્યભાઈનો નિરંતર સંગ ઇચ્છતા શ્રીમદજીને જો શ્રી સૌભાગ્યભાઈનો સતત સહવાસ પ્રાપ્ત થાય તો ઘરમાં પણ વનવાસની અસંગતા પ્રાપ્ત થાય એમ છે. એમ એમને લાગે છે, તેનો ખ્યાલ તેમણે આ પત્રમાં આપેલ છે.
મુંબઈથી ચૈત્ર વદ નોમ, રવિવાર, ૧૯૪૭ના પત્રમાં (આંક-૨૪૦) પરમકૃપાળુદેવ લખે છે કે, “હાલ મને મુમુક્ષુઓનો પ્રતિબંધ પણ જોઈતો નહોતો, કારણ કે મારી તમને પોષણ આપવાની હાલ અશક્યતા વર્તે છે. ઉદયકાળ એવો જ છે. માટે સૌભાગ્યભાઈ જેવા સત્પુરુષ પ્રત્યેનો પત્રવ્યવહાર તમને પોષણરૂપ થશે એ મને મોટો સંતોષનો માર્ગ મળ્યો છે. તેમને પત્ર લખશો. જ્ઞાનકથા લખશો તો હું વિશેષ પ્રસન્ન છું.” આ પત્ર ખંભાતના મુમુક્ષુજન પર લખાયેલ છે તેમાં દર્શાવ્યા પ્રમાણે શ્રી સૌભાગ્યભાઈ એવા સત્પુરુષ છે કે, તેમની સાથેનો પત્રવ્યવહાર મુમુક્ષુઓ માટે પોષણરૂપ-માર્ગદર્શન રૂપપ્રેરણારૂપ નીવડશે એમ પરમકૃપાળુદેવ માને છે. આમ લખીને શ્રી સૌભાગ્યભાઈને સત્પુરુષ તરીકે સ્વીકારેલ છે, તેમ જ મુમુક્ષુજનો માટે તેઓની મહત્તા પ્રસ્થાપિત કરેલ છે. ધન્ય છે એવા શ્રી સૌભાગ્યભાઈને !
મુંબઈથી વૈશાખ સુદ સાતમ, શુક્રવાર ૧૯૪૭ના પત્રમાં (આંક-૨૪૪) પરમકૃપાળુદેવ પૂ. શ્રી સૌભાગ્યભાઈને લખે છે કે, “કેટલોક નિવૃત્તિનો વખત મળ્યા કરે છે, પરબહ્મ-વિચાર તો એમને એમ રહ્યા જ કરે છે, ક્યારેક તો તે માટે આનંદકરણ બહુ સ્ફુરી નીકળે છે, અને કંઈની કંઈ (અભેદ) વાત સમજાય છે, પણ કોઈને કહી શકાતી નથી, અમારી એ વેદના અથાગ છે. વેદનાને વખતે શાતા પૂછનાર જોઈએ, એવો વ્યવહાર માર્ગ છે, પણ અમને આ પરમાર્થ માર્ગમાં શાતા પૂછનાર મળતો નથી, અને જે છે તેનાથી વિયોગ રહે છે, ત્યારે હવે જેનો વિયોગ છે એવા જે તમે તે અમને કોઈ પણ પ્રકારે શાતા પૂછો એમ માનીએ છીએ.” પરમકૃપાળુદેવની કેવી આંતરદશા છે ! એમને કંઈ ને કંઈ (અભેદ) વાત સમજાય છે પણ તે વાત તેઓ કોઈ પાસે કરી શકતા નથી. હવે આવી પરિસ્થિતિમાં દિલમાં સ્વાભાવિક વેદના ઉભરાય છે. જ્યારે વેદના હોય ત્યારે કોઈક શાતા પૂછનાર હોય તો જીવને સારું લાગે છે એવો સામાન્યતઃ વ્યવહાર માર્ગ છે. હવે જો કોઈ શાતા પૂછનાર હોય તો તે એકમાત્ર શ્રી સૌભાગ્યભાઈ જ છે. પણ શ્રી સૌભાગ્યભાઈ તો મુંબઈથી દૂર સાયલા બેઠા છે તેથી તેમનો વિયોગ પરમકૃપાળુદેવને ખૂબ જ સાલે છે. અને લખે છે કે, કોઈપણ પ્રકારે શાતા પૂછવામાં આવે તો સારું ! શ્રી સૌભાગ્યભાઈ જ યોગ્ય પાત્ર છે, પરમ સખા છે, હૃદયરૂપ છે
હૃદયસખા શ્રી સૌભાગ્ય
૪૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org