________________
વાત સૌ કોઈને કહી શકાય નહીં અને કહે તો પણ તે સમજનાર પાત્ર યોગ્ય ન હોય તો અનર્થ થાય. શ્રી સૌભાગ્યભાઈ એકમાત્ર પુરુષ એવા હતા કે જેઓ પરમકૃપાળુદેવના અંતરંગને જાણી-સમજી શકતા ને માટે જ પરમકૃપાળુદેવ પોતાનું દ્ભય નિઃસંકોચપણે ખોલતા.
મુંબઈથી કારતક વદ નોમ, શુક્રવાર ૧૯૪૭ના પત્રની શરૂઆતમાં (આંક-૧૭૬) પરમકૃપાળુદેવે શ્રી સૌભાગ્યભાઈ વિષે જે સબંધોન કરેલ છે તે સંબોધન જ શ્રી સૌભાગ્યભાઈની ઉચ્ચ દશા સૂચવે છે. તેઓ લખે છે કે, “જીવન્મુક્ત સૌભાગ્યમૂર્તિ સૌભાગ્યભાઈ” અહીં શ્રી સૌભાગ્યભાઈને “જીવન્મુક્ત” એવું વિશેષણ આપી તેઓની અભુત દશાનું વર્ણન કરાવેલ છે. વળી આ પત્રમાં જ સર્વે મુમુક્ષુ જીવને બંધનમાંથી છૂટવા માટે દઢ સંકલ્પ કરાવતાં તેઓશ્રી લખે છે કે, “દીનબંધુની દૃષ્ટિ જ એવી છે કે, છૂટવાના કામીને બાંધવો નહીં, બંધાવાના કામીને છોડવો નહીં. અહીં વિકલ્પી જીવને એવો વિકલ્પ ઊઠે કે જીવને બંધાવું ગમતું નથી, સર્વને છૂટવાની ઇચ્છા છે. તો પછી બંધાય છે કાં? એ વિકલ્પની નિવૃત્તિ એટલી જ છે કે, એવો અનુભવ થયો છે કે, જેને છૂટવાની દેઢ ઇચ્છા થાય છે, તેને બંધનનો વિકલ્પ મટે છે, અને એ આ વાર્તાનો સત્સાક્ષી છે.” માત્ર છૂટવાની દઢ ઇચ્છા જ જીવનમરણના ફેરામાંથી મુક્તિ અપાવશે એવી ખાતરી આપ્યા પછી તેમાં પોતાના જીવનની જ સાક્ષી પૂરે છે ! | મુંબઈથી ફાગણ સુદ આઠમ, ૧૯૪૭ના લખેલ પત્રામાં (આંક-૨૧૫) પરમકૃપાળુદેવ શ્રી સૌભાગ્યભાઈને લખે છે કે, “છેલ્લું પ્રશ્ન અમારા વનવાસનું પૂછ્યું છે, એ પણ જ્ઞાનીની અંતવૃત્તિ જાણનાર પુરુષ વિના કોઈકથી જ પૂછી શકાય તેવું પ્રશ્ન છે.” વળી આગળ લખે છે કે, “આપની સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર કરીએ છીએ. કળિકાળમાં પરમાત્માએ કોઈ ભક્તિમાન પુરુષો ઉપર પ્રસન્ન થવું હોય તો તેમાંના આપ એક છો. આમ લખીને પરમકૃપાળુદેવ શ્રી સૌભાગ્યભાઈની જડ ચેતનનો વિવેક કરતી સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર કરી, આ દુષમ કળિકાળમાં તેમનો સાથ મળ્યો છે તેની ધન્યતા સ્વીકારી છે. જો પરમાત્મા સાક્ષાત્ પ્રગટ થાય તો શ્રી સૌભાગ્યભાઈ એક એવા વિરલ ભક્તિમાન પુરુષ છે કે જેમને જોઈ પરમાત્મા પણ પ્રસન્ન થાય.
| મુંબઈથી ૧૯૪૭ના માહ સુદના લખેલ પત્ર (આંક-૨૧૭)માં પરમકૃપાળુદેવ લખે છે કે, “વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે. જો કે વૈરાગ્ય તો એવો રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી. અને વારંવાર એ જ રટના રહેવાથી “વનમાં જઈએ”, “વનમાં જઈએ” એમ થઈ આવે છે. આપનો નિરંતર પ.કૃ.દેવનો પ્રચંડ આત્મપુરુષાર્થ તથા શ્રી સૌભાગ્યભાઈ સાથેની પારમાર્થિક એકતા
૫
Jain Education International
For Personal Private Use Only
www.jainelibrary.org