SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષમાં સરેરાશ એંશી દિવસ ભેગા રહ્યા હતા. એ જ્યાં જાય ત્યાં એ ભેગા જ રહે.” વર્ષ બદલાય એટલે કૃપાળુદેવ પહેલો કાગળ સૌભાગ્યભાઈને લખે. સૌભાગ્યભાઈનો દેહ રહ્યો ત્યાં સુધી કૃપાળુદેવે એ પ્રમાણે પત્ર લખ્યો છે. આ પત્ર જ્ઞાનપાંચમના દિવસે લખેલો છે. તેઓ લખે છે કે, પરમ પૂજ્ય કેવળબીજ સંપન્ન, એટલે જેની પાસે કેવળનું બીજ છે, જેને એ પ્રાપ્ત કર્યું છે એવા. એ કેવલબીજ કોનું નામ ? ગુરુગમતું. એમાંથી જ કેવળ વૃક્ષ થાય. પરમકૃપાળુદેવ શ્રી સૌભાગ્યભાઈ પર મુંબઈથી લખેલ પત્ર(આંક-૧૭૦)માં લખે છે કે, “આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે, ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, જે સુલભ છે.” આ વાક્યો દ્વારા પરમકૃપાળુદેવે ગ્રંથિભેદ થયાના આનંદ-ઉલ્લાસની મહત્ત્વની વાત શ્રી સૌભાગ્યભાઈને લખી તે શ્રી સૌભાગ્યભાઈની પાત્રતા સૂચવે છે. આ પત્રમાં જ આગળ લખે છે કે, “આપને વિજ્ઞાપન છે કે વૃદ્ધમાંથી યુવાન થવું. અને આ અલખ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થવું. થોડું લખ્યું ઘણું કરી જાણજો.” શ્રી સૌભાગ્યભાઈને અધ્યાત્મ માર્ગે આગળ વધવાની પ્રેરણા આપતા આ જ પત્રમાં આગળ લખે છે કે : સદ્દગુરુ આશ્રય તથા આજ્ઞાપાલનનું મહત્ત્વ જણાવતાં ઉપશમ તેમ જ ક્ષપક શ્રેણીએ ગુણસ્થાનક આરોહણની અનુભવસિદ્ધ વાત કરતાં આ જ પત્રમાં પ.કૃ.દેવ લખે છે કે, “ગુણઠાણાં એ સમજવા માટે કહેલાં છે. ઉપશમ અને ક્ષપક એ બે જાતની શ્રેણી છે. ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનનો સંભવ નથી, ક્ષેપકમાં છે. પ્રત્યક્ષ દર્શનના સંભવને અભાવે અગિયારમેથી જીવ પાછો વળે છે. ઉપશમશ્રેણી બે પ્રકારે છે. એક આજ્ઞારૂપ, એક માર્ગ જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમ થવારૂપ. આજ્ઞારૂપ પણ આજ્ઞા આરાધન સુધી પતિત થતો નથી. પાછળનો ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણાને લીધે પડે છે. આ નજરે જોયેલી, આત્માએ અનુભવેલી વાત છે. કોઈ શાસ્ત્રમાંથી નીકળી આવશે, ન નીકળે તો કંઈ બાધ નથી. તીર્થકરના દયમાં આ વાત હતી, એમ અમે જાણ્યું છે.” પૂર્વે ઉપશમ શ્રેણીમાં આગળ વધેલા શ્રીમદ્જીના આત્માએ પ્રત્યક્ષ દર્શનના અભાવે માર્ગના અજાણપણાને કારણે અગિયારમે ગુણસ્થાનકેથી પછડાટ અનુભવી હતી. આ ભવમાં ગ્રંથિભેદ કરી આત્મદર્શનને પામી ચોક્કસપણે કેવળજ્ઞાન પામવા માટે અધિકારી બન્યો છે એવો સમ્યક્ પુરુષાર્થનો હર્ષોલ્લાસ આ પત્ર દ્વારા શ્રી સૌભાગ્યભાઈ જેવા યોગ્ય પુરુષને આલેખે છે. આવી મહત્ત્વની ઉચ્ચ દશાની પ્રગતિની ४४ દયસખા શ્રી સૌભાગ્ય Jain Education International રીતit For Personal Private Use Only www.jainelibrary.org
SR No.005471
Book TitleHriday Sakha Shree Saubhagya
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy