________________
સુદ પાંચમ સંવત ૧૯૪૭ના પત્ર (આંક-૧૬૫)થી જણાય છે.
પરમકૃપાળુદેવ શ્રી સૌભાગ્યભાઈ માટે જે સંબોધન કરે છે તે જ આ પત્રમાં જ્ઞાનનું દ્યોતક છે. “પરમ પૂજ્ય-કેવલબીજ સંપન્ન, સર્વોત્તમ ઉપકારી શ્રી સૌભાગ્યભાઈ, મોરબી” આ સંબોધન સૂચવે છે કે, શ્રી સૌભાગ્યભાઈ પાસે કેવળજ્ઞાનના બીજરૂપ જ્ઞાન હતું. તે જ્ઞાન શ્રી સૌભાગ્યભાઈના નિમિત્તે સ્મરણ થવાથી પરમકૃપાળુદેવ શ્રી સૌભાગ્યભાઈને પોતાના સર્વોત્તમ ઉપકારી ગણાવે છે. આગળ આ પત્રમાં જ પરમકૃપાળુદેવ લખે છે કે, “આપના પ્રતાપે અત્ર આનંદવૃત્તિ છે. પ્રભુ પ્રતાપે ઉપાધિજન્ય વૃત્તિ છે.” આ વાક્યો દ્વારા પણ પરમકૃપાળુદેવ પૂ. સૌભાગ્યભાઈ માટે કેટલો આદર ધરાવતા હતા તે સ્પષ્ટ થાય છે. આ પત્રમાં જ આગળ લખે છે કે, “સર્વ સમર્થ પુરુષો આપને પ્રાપ્ત થયેલા જ્ઞાનને જ ગાઈ ગયા છે. એ જ્ઞાનની દિનપ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. હું ધારું છું કે કેવળજ્ઞાન સુધીની મહેનત કરી અલેખે તો નહીં જાય. મોક્ષની આપણને કાંઈ જરૂર નથી. નિઃશંકપણાની, નિર્ભયપણાની, નિર્મઝનપણાની અને નિઃસ્પૃહપણાની જરૂર હતી, તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જણાય છે અને પૂર્ણ અંશે પ્રાપ્ત કરાવવાની કરુણાસાગર ગુપ્ત રહેલાની કપા થશે એમ આશા રહે છે. છતાં વળી એથીયે અલૌકિક દશાની ઇચ્છા રહે છે, ત્યાં વિશેષ શું કહેવું?”
આમ પત્રાંક-૧૬૫માં પરમકૃપાળુદેવે શ્રી સૌભાગ્યભાઈની પાસે જે બીજજ્ઞાન હતું તેનો મહિમા ગાયો છે. પરમકૃપાળુ દેવ શ્રીમદ્જીના આધ્યાત્મિક જીવનમાં શ્રી સૌભાગ્યભાઈનો અનન્ય ફાળો છે.
“શિક્ષામૃત” પુસ્તકમાં પૂ. શ્રી બાપુજી (પૂ. શ્રી લાડકચંદભાઈ માણેકચંદ વોરા) પત્રાંક-૧૬પ વિષે સમજ આપતાં – પ્રકાશ પાડતાં કહે છે કે, “સૌભાગ્યભાઈ એ પરમકૃપાળુ દેવના પરમ સખા હતા. પરમ સખા એટલે એ બન્નેના દ્ધાની વચ્ચે પડદો ન હતો. બન્ને એક જ હતા. કૃપાળુદેવને એમ થતું હતું કે, આ વનની મારી કોયલ, મારો જન્મ અત્યારે કેમ થયો ? આ કાળમાં કોની પાસે મોટું ઉઘાડવું ? તેઓ અધ્યાત્મની વાત સૌભાગ્યભાઈ સાથે જ કરતા હતા. જો સૌભાગ્યભાઈ ન હોત તો આ વચનામૃત ન હોત. વારે ઘડીએ સૌભાગ્યભાઈને લખે કે કાંઈ જ્ઞાનવાર્તા લખજો. સૌભાગ્યભાઈ સાથે સાયલામાં વધારેમાં વધારે દસ દિવસ રહ્યા છે. સૌભાગ્યભાઈ કૃપાળુદેવ કરતાં લગભગ બમણી ઉંમરના મોટા હતા છતાં સખા હતા. એમનો પૂર્વભવનો આ આધ્યાત્મિક ઋણાનુબંધ હતો. એટલે સાત વર્ષ એ બન્નેનો આધ્યાત્મિક સંબંધ રહ્યો, એમાં કુલ પ૬૦ દિવસ કૃપાળુદેવ અને સૌભાગ્યભાઈ ભેગા રહ્યા છે. પ.કૃદેવનો પ્રચંડ આત્મપુરુષાર્થ તથા શ્રી સૌભાગ્યભાઈ સાથેની પારમાર્થિક એકતા ૪૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org