________________
છતાં તેમને બાહ્ય ઉપાધિ પણ એટલી જ છે. આ પરિસ્થિતિમાં શ્રીમદ્જીને શ્રી સૌભાગ્યભાઈનો સમાગમ એક સારી વિશ્રાંતિ છે. શરૂઆતથી જ પ.કૃ.દેવના દયમાં શ્રી સૌભાગ્યભાઈ પ્રત્યે ઉત્કૃષ્ટ પૂજ્યભાવ રહ્યો હતો.
પરમાર્થ એટલે શું ? પરમ અર્થ તે પરમાર્થ. સમગ્ર વિશ્વમાં જો કોઈ પરમ અર્થ હોય, પરમ પદાર્થ હોય તો તે આત્મા જ છે. સમયસાર ગાથા-૧૫૧માં, પરમાર્થના એકાર્યવાચક બતાવ્યા છે, તે આ પ્રમાણે છે. પરમાર્થ તે નિશ્ચય કરીને સમય, શુદ્ધ, કેવલી, મુનિ, જ્ઞાની છે, એવા સ્વભાવમાં સ્થિત મુનિઓ નિર્વાણને પામે છે. અર્થાતુ પરમાર્થ તે જ આત્મા છે. પરમાર્થરંગી શ્રીમદ્જીને એક પરમાર્થ પ્રત્યે એવો અનન્ય પરમાર્થ પ્રેમ લાગ્યો છે કે તેમને એક આત્મા સિવાય અન્ય કંઈ ગમતું જ નથી. જેમણે આત્માના પરમ અમૃત સુખનો રસાસ્વાદ ચાખ્યો હોય, તેને અન્ય વસ્તુમાં કેમ રસ પડે ? આત્મા અને આત્મધર્મ સિવાય તેને બીજુ કંઈ પણ કેમ ગમે ? એક ક્ષણ પણ એ સુખનો વિરહ તે ખમી શકતા નથી. પોતાની આવી અલૌકિક દશાનો ખ્યાલ, હદયદર્શન કોને કરાવી શકાય ? જે દયરૂપ હોય તેને જ. માટે જ પરમકૃપાળુદેવ શ્રી સૌભાગ્યભાઈને દયરૂપ ગણી તેમને પોતાની આત્મદશાનું દર્શન કરાવે છે.
૧૯૪૬ના આસો સુદ ૧૧ના દિવસે આત્માના પરમાનંદમાં નિમગ્ન શ્રીમદ્ રાજચંદ્ર પ્રભાતથી જ કોઈ અપૂર્વ આનંદના ઉલ્લાસમાં આવી ગયેલા. પૂર્વે ઉપશમ શ્રેણીએ ચઢતાં અગિયારમા ગુણસ્થાનકેથી પોતે કેમ પડ્યા તે સાંભરી આવેલ. તેવામાં પરમાર્થસખા શ્રી સૌભાગ્યભાઈનો પત્ર આવ્યો ને તેની સાથે એક પદ મળ્યું. તેના પ્રત્યુત્તરમાં પરમકૃપાળુદેવ (પત્રાંક-૧પર)માં લખે છે કે, “પ્રભાતમાં વહેલો ઊઠ્યો ત્યારથી કોઈ અપૂર્વ આનંદ વર્યા જ કરતો હતો. તેવામાં પદ મળ્યું, અને મૂળપદનું અતિશય સ્મરણ થયું, એકતાન થઈ ગયું. એકાકાર વૃત્તિનું વર્ણન શબ્દ કેમ કરી શકાય ? દિવસના બાર બજ્યા સુધી રહ્યું. અપૂર્વ આનંદ તો તેવો ને તેવો જ છે. પરન્તુ બીજી વાર્તા (જ્ઞાનની) કરવામાં ત્યાર પછીનો કાળ ક્ષેપ કર્યો.” આગળ લખે છે કે, “કેવળજ્ઞાન હવે પામશું, પામશું, પામશું, પામશું રે કે. એવું એક પદ કર્યું. દય બહુ આનંદમાં છે.” આ પત્ર દ્વારા પરમકૃપાળુ દેવે પોતાને જે અંતરાનુભવ થયેલ છે તેનો આનંદ વ્યક્ત કર્યો છે.
શ્રી સૌભાગ્યભાઈ અને પરમકૃપાળુદેવ શ્રીમદ્જીના મિલને પરમાર્થ પુરુષાર્થને પુષ્ટ કરવામાં કેટલો મહત્ત્વનો ભાગ ભજવે છે તે શ્રીમદ્ મુંબઈથી લખેલા કારતક
૪૨
... હૃદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org