________________
પ્રકરણ – પ
૫.કૃ.દેવનો પ્રચંડ આત્મપુરુષાર્થ તથા શ્રી સૌભાગ્યભાઈ સાથેની પારમાણિક એક્તા
પરમકૃપાળુદેવ તેમ જ શ્રી સૌભાગ્યભાઈનો આધ્યાત્મિક સંબંધ સં.૧૯૪૬થી શરૂ થઈ સં. ૧૯૫૩ સુધી રહ્યો છે.
“અધ્યાત્મ રાજચંદ્ર” પુસ્તક (ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા કૃત)માં નોંધે છે કે, “ખરેખર શ્રીમદ્ની ઊર્ધ્વગામિની અલૌકિક આત્મદશાનો જગતને કંઈક ખ્યાલ આવે છે તે મુખ્યપણે આ સૌભાગ્ય પરના પત્રસાહિત્યને લઈને. શ્રી સૌભાગ્યભાઈ સાથેના મિલન બાદ શ્રીમદ્ભુનો અધ્યાત્મ પુરુષાર્થ આત્મલક્ષી બન્યો અને તેઓ સંવેગાતિશય રીતે આગળ વધી ગયા. શ્રી સૌભાગ્યભાઈ પર લખાયેલા પત્રોમાં પોતાનો દિવસ-રાતનો પુરુષાર્થ અને તેથી પ્રાપ્ત થતી સિદ્ધિઓનું શ્રીમદ્ભુએ સ્વયં વર્ણન કરેલું છે.
આ પત્રો થકી શ્રીમના પરમાર્થ જીવનમાં ડોકિયું કરવાનું પ્રાપ્ત થવાથી જગત સૌભાગ્યભાઈનું ઋણી છે. શ્રીમના કીર્તિક્લશરૂપ ચિરંજીવ કૃતિ “આત્મસિદ્ધિશાસ્ત્ર’ના પ્રેરક નિમિત્ત પણ સૌભાગ્યભાઈ હતા. એ માટે પણ જગત એમનું ઋણી છે. આ પોતાની અમર કૃતિ આત્મસિદ્ધિમાં પણ શ્રીમદે ગર્ભિતપણે ‘સમજે કોઈ સુભાગ્ય', ‘ઉદય ઉદય સદ્ભાગ્ય’ એ શબ્દોમાં પરમાર્થ સખા સૌભાગ્યને અમર કરેલ છે. શ્રીમા આવા પરમાર્થ સખા શ્રી સૌભાગ્યભાઈ ૬૭ વર્ષના ને શ્રીમદ્ ૨૩ વર્ષના ! પરમાર્થ મિત્રની કોઈ અજબ જોડી.
બન્નેનો ૫રમાર્થ સંબંધ ચાલુ થયા પછી ઉત્તરોત્તર વધતો ગયો. “સમાનશીલવ્યસને મૈત્રી’” એ સૂત્ર પ્રમાણે સમાન શીલવંત એવા આ બન્નેની પરમાર્થ જોડી જામી પડી, અને શ્રીમદ્ રાજચંદ્ર આ સુઘ્ધને પોતાનું હૃદયદર્શન કરાવતા ગયા. પત્રાંક૧૩૩માં પ.કૃ.દેવ શ્રી સૌભાગ્યભાઈને લખે છે કે, “રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે, આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે. ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું ?” આગળ જણાવે છે કે, “આપનો સમાગમ અધિક કરીને ઇચ્છું છું, ઉપાધિમાં એ એક સારી વિશ્રાંતિ છે. કુશળતા છે, ઇચ્છું છું.” પ.કૃ.દેવ રાતદિવસ પરમાર્થ વિષયમાં રમમાણ હોવા
પ. કૃ. દેવનો પ્રચંડ આત્મપુરુષાર્થ તથા શ્રી સૌભાગ્યભાઈ સાથેની પારમાર્થિક એકતા
Jain Education International
For Personal & Private Use Only
૪૧
www.jainelibrary.org