________________
મહાત્મા થવા અનુરોધ કરેલ છે. વળી જે સંબોધન કરેલ છે તે જોઈએ : “પરમ ઉપકારી, આત્માર્થી, સરલતાદિ ગુણસંપન્ન શ્રી સોભાગ.” આમ લખી શ્રી સૌભાગ્યભાઈ કેવા હતા તેનો નિર્દેશ કરે છે. તેમને પરમ ઉપકારી ગણાવે છે, આત્મા પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા દર્શાવે છે તેમ જ સરળતા વગેરે ગુણોના સ્વામી કહીને શ્રી સૌભાગ્યભાઈને બિરદાવેલ છે.
જાણે અંતિમ ક્ષમાપન કરતા હોય એમ પરમકૃપાળુદેવે આ પત્રમાં આગળ લખેલ છે કે, “કંઈ પણ મન, વચન, કાયાના યોગથી અપરાધ થયો હોય, જાણતાં અથવા અજાણતાં તે સર્વ વિનયપૂર્વક ખમાવું છું. ઘણા નમ્રભાવથી ખમાવું છું.” તેમ જ આગળ લખે છે કે, “આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે, કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત્ માત્ર ષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. એ જ વિનંતી.” આ વાક્યો દ્વારા રાગ-દ્વેષપણું છોડાવી, અસંગપણું-નિર્મોહપણું, સમરસપણે જોડાવી, આત્માની અમૃતાનુભૂતિમાં નિમજ્જન કરાવનારી કેવી અનુપમ અંતિમ આરાધના આ પત્રથી કરાવી છે ! ખરેખર ! બિન્દુમાં સિન્થ સમાવ્યો છે. સૌભાગ્યભાઈએ ૧૯૫૩ના જેઠ વદ ત્રીજના ગુરુવારના દિને પરમકૃપાળુદેવ પર લખેલા (પત્રાંક : પ૫) પત્રમાં જણાવે છે. “આપનો કૃપાપાત્ર સેવકની સંભાળ લેવા આવ્યો તે પહોંચ્યો છે. આપ સાહેબે આત્મા વિષે લખ્યું તો આપની કૃપાથી ઘણું કરી મારા ધારવા પ્રમાણે તેમ જ વર્તે છે, અને મારા આત્માને તેમ જ ભાસે છે. આપની કૃપાથી મોહ હવે કાંઈ નથી અને એક આપનો જ આધાર છે. સહજાત્મસ્વરૂપસ્વામીનું જ સ્મરણ દી ને રાત રહ્યા કરે છે. હવે આપ સ્વીકારો તે ખરું. હું પામર અજાણ છું. કાંઈ જાણતો નથી પણ યાદ આવવાથી પરમાર્થ અર્થે લખું છું કે અંબાલાલ આપના શિષ્ય ઘણા વર્ષના સમાગમવાળા છે. અનુભવવાળા છે. તે શિષ્ય પરખવા જેવું મારા ધાર્યા પ્રમાણે રહ્યું નથી તો આપ સાહેબે તે શિષ્યને બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી હશે. નહીં તો આપને યોગ્ય લાગે તો કરાવશો. અગર આપની આજ્ઞા હોય તો અંબાલાલ અત્રે આવવાના છે અને આવાથી મને સુવાણ હોય તો હું બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવું. માટે આપની મરજી મુજબ લખશો. આટલું મેં પરમાર્થ અર્થે લખ્યું છે તો આપને યોગ્ય ન લાગે તો માફ કરશો. હું માફી માગું છું...આ સેવકને એક આપનો જ આધાર છે.”
ઉપરોક્ત પત્ર પરથી શ્રી સૌભાગ્યભાઈની આત્મદશાનો આબેહૂબ ખ્યાલ આવે છે. તેઓના આત્માની સ્થિતિ પરમકૃપાળુદેવે કહ્યુંલી તેવી જ છે. વળી મોહ પણ
... દયસખા શ્રી સૌભાગ્ય
૬૯
Jain Education International
For Personar a Private Use Only
www.jainelibrary.org