________________
પાયો નિજથાન ફિર બાહરિ ન બહંગ; કબહૂ કદાપિ અપની સુભાવ ત્યાગિ કરિ, રાગ રસ રાચિકૈં ન પરવસ્તુ ગહેંગ; અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ ભયૌ, યાતિ ભાંતિ આગમ અનંતકાલ રહૈગૌ.
| (સર્વ વિશુદ્ધદ્વાર - ૧૦૮) એક પરિનામકે ન કરતા દરવ દોઈ, દોઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ; એક કરતૂતિ દોઈ દર્વ કબહું ન કરે, દોઈ કરતૂતિ એક દર્વ ન કરતુ હૈ; જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દોઉં, અપને અપને રૂપ કોઉ ન કરતુ હૈ; જડ પરિનામનિકૌ કરતા હૈ પુદ્ગલ, ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ.
(કર્તાકર્મ અધિકાર – સમયસાર નાટક) આમ શ્રી સૌભાગ્યભાઈને અપૂર્વ આત્મજાગૃતિ આપતા આ ત્રણ સમયસાર નાટકના સવૈયા આ પત્રને મથાળે ટાંકી, સમયસારનું રહસ્ય સમજવાને સમર્થ પરમ અધિકારી શ્રી સૌભાગ્યભાઈને જ આ પત્ર સંભળાવવાની શ્રી અંબાલાલભાઈને ભલામણ કરે છે. પરમકૃપાળુદેવ પત્રમાં લખે છે કે, “શ્રી સૌભાગ્યને વિચારને અર્થે આ કાગળ લખ્યો છે, તે હાલ શ્રી અંબાલાલે અથવા બીજા એક યોગ્ય મુમુક્ષુએ તેમને જ સંભળાવવો યોગ્ય છે.”
આ પત્ર દ્વારા પરમકૃપાળુદેવે શ્રી સૌભાગ્યભાઈને સર્વ અન્યભાવથી મુક્ત આત્માનો અનુભવ કરવાનો, સર્વ દ્રવ્યથી-ક્ષેત્રથી-કાળથી-ભાવથી સર્વથા અસંગપણું અનુભવવાનો મહાન કીમિયો બતાવી, સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ ભિન્ન આત્મ અનુભવ કરવારૂપ મુક્તદશા અનુભવી, મૌન-અપ્રતિબદ્ધ-અસંગ અને નિર્વિકલ્પ થઈ મુક્ત થવાનો ને શુદ્ધ સહજાત્મસ્વરૂપની અમૃતાનુભૂતિ કરવાનો પરમ બોધ કર્યો છે.
આ પછીના પત્રાંક-૭૮૦માં શરૂઆતમાં જ “જેને કોઈ પણ પ્રત્યે રાગ, દ્વેષ રહ્યા નથી, તે મહાત્માને વારંવાર નમસ્કાર” એમ લખી શ્રી સૌભાગ્યભાઈને પણ તેવા શ્રી સોભાગભાઈનું સમાધિમરણ
Jain Education International
For Persona
Private Use Only
www.jainelibrary.org