________________
રહ્યો નથી. સહજાત્મસ્વરૂપસ્વામીનું જ રટણ દિવસ અને રાત રહ્યા કરે છે. આટલી ઉચ્ચ દશાને પામવા છતાં એમની નમ્રતા કેટલી છે ! લખે છે કે, હું પામર છું, અજાણ છું, કંઈ જાણતો નથી. પોતાના શરીરની આવી સ્થિતિ હોવા છતાં અન્ય જીવો પ્રત્યે કેવી કરુણા વહેતી રહેલી છે તે પછીનાં વાક્યો પરથી જણાઈ આવે છે. મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈ માટે ભલામણ કરે છે કે તેમને “બીજજ્ઞાન” પ્રાપ્ત ન કરાવ્યું હોય તો હવે કરાવે. જો પરમકૃપાળુદેવ આજ્ઞા આપે તો પોતે તે કરાવવાની દરખાસ્ત કરે છે. આ પરથી ખ્યાલ આવે છે કે, શ્રી સૌભાગ્યભાઈ કેવા કરુણાસાગર હતા.
ઉપર્યુક્ત પત્ર પછી પરમકૃપાળુ દેવ “બીજજ્ઞાન” આપવા આજ્ઞા આપે છે અને મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈને પણ પત્ર લખી સાયેલા જવા જણાવે છે પરંતુ જે દિવસે શ્રી અંબાલાલભાઈને સાયલા પહોંચવાનું હતું તે દિવસે પહોંચી શકતા નથી તેનો ઉલ્લેખ શ્રી અંબાલાલભાઈએ પોતાના ખંભાતથી ૧૯૫૩ના જેઠ વદ બીજ, ગુરુવારના પરમકૃપાળુદેવ પર લખાયેલ પત્રમાં છે. તેઓ લખે છે કે, “પરમ પૂજ્ય મહાભાગ્ય શ્રી સૌભાગ્યચંદ સાહેબની પવિત્ર સેવામાં મને જવા માટે પરમ પવિત્ર આજ્ઞા થઈ, તેથી પરમાનંદ થયો છે. તે પ્રમાણે વર્તવા પરમ કલ્યાણકારી લાભ પ્રાપ્ત થશે. જેથી હાલ તુરતમાં મારે સાયલે જવાની ઇચ્છા છે, પણ મારા અંતરાયના ઉદયે બે દિવસનો વિલંબ થવાનું કારણ થયું છે... પરમ પૂજ્વાલાયક, શ્રવણ કરવા યોગ્ય, સ્તુતિ કરવા યોગ્ય, ભક્તિ કરવા યોગ્ય, પરમ પ્રેમે ઉપાસવા યોગ્ય, એવા મહાભાગ્ય સપુરુષ શ્રી સૌભાગ્યકારી શ્રી સૌભાગ્યચંદ્રજીની પવિત્ર સેવામાં - ચરણ સમીપ રહેવામાં મારો પુણ્યોદય અને ધન્ય ભાગ્ય સમજું છું પણ આવા નજીવા કારણે મારે બે દિવસ રોકાવાનું બન્યું છે. જેથી મારા લજામણા મુખે આપ પરમકૃપાળુદેવ પાસે વારંવાર ક્ષમાપના ઇચ્છું છું.
મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈના આ પત્ર પરથી શ્રી સૌભાગ્યભાઈ કેટલા ઉચ્ચ દશાને પ્રાપ્ત મહાન આત્મા હતા તે સ્પષ્ટ થાય છે. “રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ” (સત્સંગ-સંજીવની) પુસ્તકમાં પત્રાંક – ૩૩ પાના નંબર : ૩૪ પર આ આખો પત્ર છપાયેલ છે. પૂ. શ્રી સૌભાગ્યભાઈ માટે કેટલો આદરભાવ છે તે તેઓશ્રીએ આપેલાં વિશેષણો “પૂજવાલાયક, સ્તુતિ કરવા યોગ્ય, ભક્તિ કરવા યોગ્ય, પરમપ્રેમે ઉપાસવા યોગ્ય, મહાભાગ્ય સપુરુષ” પરથી ખ્યાલ આવે છે. બીજું આ પત્ર પરથી સમજાય છે કે, સપુરુષનાં વચનો-આજ્ઞા કેટલાં હિતકારી છે ! અહીં મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈ સંજોગવશાતુ-અંતરાયના ઉદયને કારણે ચાર દિવસ
શ્રી સોભાગભાઈનું સમાધિમરણ
Jain Education International
For Persen
& Private Use Only
www.jainelibrary.org