________________
મોડા સાયલા જઈ શક્યા એનો પશ્ચાત્તાપ જોવા મળે છે તેમ જ આ મોડા જવાને કારણે જે “બીજજ્ઞાન” મેળવી શકત તે પણ મળી શક્યું નહીં કારણ પૂ. શ્રી સૌભાગ્યભાઈનું શરીર વધારે નબળું બન્યું હતું. | ડૉ. ભગવાનદાસભાઈ મહેતા “અધ્યાત્મ રાજચંદ્ર”માં લખે છે તે પ્રમાણે “શ્રીમદ્રની આ સમયસારાદિ સર્વશાસ્ત્રોના પરમ નીચોડરૂપ પરમ ચમત્કારિક અમૃત પત્ર રત્નત્રયીની સૌભાગ્યના દિવ્ય આત્મા પર શી જાદુઈ અસર થઈ, તે ૧૯૫૩ના જેઠ સુદ ૧૪ના રવિવાર દિને લખેલો સૌભાગ્યનું સ્ક્રય ખોલતો આ સૌભાગ્યનો (પત્રાંક : ૫૪) પત્ર જ બોલે છે. આ કાગળ છેલ્લો લખી જણાવું છું. જેઠ સુદ ૯ બુધવારે મર્તક છે, એવો આગળ ભાસ થયેલ. તે સુદ ૯નું બન્યું નહિ. છતાં તે તારીખ ગઈ, તો જેઠ વદ ૯ ને બુધવાર છે. ઘણું કરી તે તારીખે મર્તક થાશે, એમ ખાતરી છે. હવે આ પામર સેવક ઉપર બધી રીતે આપ કૃપાદૃષ્ટિ રાખશો... અને દેહ ને આત્મા જુદો છે. દેહ જડ છે. આત્મા ચૈતન્ય છે. તે ચેતનનો ભાગ પ્રત્યક્ષ જુદો સમજવામાં આવતો નહોતો. પણ દિન ૮ (આઠ) થયા આપની કૃપાથી અનુભવ ગોચરથી બેફાટ પ્રગટ જુદો દેખાય છે અને રાતદિવસ આ ચેતન અને આ દેહ જુદા એમ આપની કૃપાદૃષ્ટિથી સહજ થઈ ગયું છે. એ આપને સહેજ જાણવા લખ્યું છે... ગોસળિયા વિષે જે કાંઈ આસ્થા હતી તે બિલકુલ નીકળી ગઈ છે, તો હવે વખતોવખત બોધ આપવાના પત્રો આપ આપની ઇચ્છા પ્રમાણે લખી એને મોટી પાયરીએ ચઢાવશો એ જ વિનંતી... વિશેષ લખવાનું કે, આ જીવ સમયે સમયે પર પરિણતીમાં મરી રહ્યો હતો, તો આપ સાહેબના ઉપદેશથી કંઈક ઉદ્ધાર થયો છે. વળી આપની કૃપા વડે કરી વિશેષતઃ ઉદ્ધાર થશે એમ ઇચ્છું છું.”
ઉપર્યુક્ત પત્ર પરથી શ્રી સૌભાગ્યભાઈની આંતરદશા - આંતર પરિણતીની સ્થિતિનો ઘણો જ ખ્યાલ આવે છે. શરૂઆતમાં લખેલ છે તેમ તેઓને પોતાના શરીરના મૃત્યુનો ભાસ થઈ ગયેલ – ખ્યાલ આવી ગયેલ જણાય છે. મહાત્મા પુરુષોને આવો ભાસ થાય છે.
આગળ લખે છે તેમ દેહ ને આત્મા બને જુદા છે અને ચેતનનો ભાગ પ્રત્યક્ષ જુદો સમજવામાં આવતો નહોતો તે દિન આઠ થયા અનુભવ ગોચરથી બે-ફાટ પ્રગટ જુદો દેખાય છે અને રાતદિવસ આ ચૈતન્ય (આત્મા) ને આ દેહ જુદા એમ સહજસ્વાભાવિક થઈ ગયેલ છે. આ બાબત ઘણી જ મહત્ત્વની છે. પરમકૃપાળુદેવની કૃપાથી - અનુગ્રહથી શ્રી સૌભાગ્યભાઈ જે સ્થિતિને પ્રાપ્ત કરી શક્યા એ અદ્ભુત
... દયસખા શ્રી સૌભાગ્ય
૭૧
Jain Education International
For Personalvate Use Only
www.jainelibrary.org