________________
સંવત ૧૯૫૧ના પત્રોમાં :
ઉપકારશીલ, આર્યશ્રી, શાશ્વતમાર્ગનૈષ્ઠિક, સત્સંગનૈષ્ઠિક, પરમાર્થનૈષ્ઠિકાદિ ગુણ સંપન્ન, પરમાર્થનૈષ્ઠિક, આત્માર્થી.
સંવત ૧૯૫૨ અને ૧૯૫૩ના પત્રોમાં :
પરમનૈષ્ઠિક, સત્સંગ યોગ્ય, આર્ય શ્રી સૌભાગ, આત્મનિષ્ઠ, પરમ ઉપકારી આત્માર્થી, સરળતાદિ ગુણસંપન્ન શ્રી સૌભાગ.
ઉપર્યુક્ત સંબોધનો વાંચતાં જ ખ્યાલ આવે છે કે, શ્રી સૌભાગ્યભાઈ પરમકૃપાળુદેવના હ્રદય સમાન હતા, પરમ ઉપકારી હતા, પરમ સ્નેહી હતા, સત્સંગ યોગ્ય, ગુણસંપન્ન અને કેવળબીજ સંપન્ન હતા, પરમ વિશ્રામસ્થાન, નિષ્કામ, પરમ પ્રેમે સેવન કરવા યોગ્ય હતા, મુમુક્ષુજનના પરમ હિતકારી બાંધવ હતા તેમ જ આત્માર્થી હતા.
પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી જેવા સમર્થ યોગીપુરુષ–આ કાળના બીજા મહાવીર જેવા ભગવાન પુરુષ જ્યારે શ્રી સૌભાગ્યભાઈ વિષે આવાં સંબોધનો લખે છે ત્યારે આપણને શ્રી સૌભાગ્યભાઈની મહત્તાનો ખ્યાલ આવે છે. શ્રી સૌભાગ્યભાઈની દશા કેટલી ઉચ્ચ હતી, પરમકુપાળુદેવના હૃદયના ભાવોને-વિચારોને સમજવાની કેવી ક્ષમતા ધરાવતા હતા. જગતના સર્વ જીવો પ્રત્યે કેવા કારુણ્યભાવો અનુભવતા હતા.
સંબોધનો જોયા બાદ હવે પરમકૃપાળુદેવે પત્રાંતે જે સહીઓ કરેલ છે તે જોઈએ તો તેમાંથી વિશેષ સમજાશે.
સંવત ૧૯૪૭ના પત્રોમાં :
વિદ્યમાન રાયચંદના પ્રણામ, વિદ્યમાન આજ્ઞાંકિત રાયચંદના દંડવત્, લિખિતંગ ઈશ્વરાર્પણ.
સંવત ૧૯૪૮ના પત્રોમાં :
યથાર્થ બોધસ્વરૂપના યથાર્થ, વીતરાગભાવના, યથાયોગ્ય, પરમ પ્રેમભાવથી નમસ્કાર પહોંચે, અભિન્નબોધમયના પ્રણામ, બોધબીજ, સમાધિરૂપ સત્સ્વરૂપપૂર્વક નમસ્કાર, સમસ્વરૂપશ્રી રાયચંદના નમસ્કાર, આત્મપ્રદેશે સમસ્થિતિએ નમસ્કાર, સહજસ્વરૂપ.
સંબોધનો અને સહીઓ
Jain Education International
For Personal & Private Use Only
૮૯
www.jainelibrary.org