________________
પ્રકરણ - ૧૦ સંબોધનો અને સહીઓ
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત ગ્રંથમાં શ્રી સૌભાગ્યભાઈ પર લખાયેલા ૨૫૦ થી વધારે પત્રો છે. તે અમૃત પત્રોમાં શ્રીમદ્જીએ પોતાનો અંતરંગ પુરુષાર્થ અને વધતી આત્મદશાને પ્રગટ રીતે કહી છે. તે પત્રોના આરંભે થતાં સંબોધનો અને અંતમાં થતી સહીઓ ઘણાં સૂચક છે. શ્રી સૌભાગ્યભાઈ સાથેનો જે સંબંધ હતો તથા શ્રી સૌભાગ્યભાઈમાં જે ગુણો રહેલા હતા તેનો નિર્દેશ તે સંબોધનો થકી પ્રાપ્ત થાય છે. માત્ર તે સંબોધનો અને સહીઓ ઉપર એકાગ્રતાપૂર્વકની વિચારણા આપણા હૃયમાં ઉત્તમ પ્રકારનો પૂજયભાવ જગાડે છે. પરમકૃપાળુદેવની જ્ઞાનવાણી હમેશાં યથાયોગ્યપણે સત્યનું જ નિરૂપણ કરતી. અહીં તે સંબોધનો ને સહીઓને વર્ષના ક્રમ પ્રમાણે આલેખીએ છીએ.
સંવત ૧૯૪૬ના પત્રોમાં : આત્મવિવેક સંપન્ન, સૌભાગ્યમૂર્તિ સૌભાગ્ય. સંવત ૧૯૪૭ના પત્રોમાં :
પરમ પૂજ્ય, કેવળબીજ સંપન્ન, સર્વોત્તમ ઉપકારી, જીવનમુક્ત, મહાભાગ્ય, શાંતમૂર્તિ, પરમવિશ્રામ, સ્વમૂર્તિરૂપ સૌભાગ્ય, અપૂર્વ સ્નેહમૂર્તિ.
સંવત ૧૯૪૮ના પત્રોમાં :
સ્મરણીય મૂર્તિ, દયરૂપ, આત્મસ્વરૂપે, હૃદયરૂપ, વિશ્રામમૂર્તિ, સ્મરણરૂપ, મુમુક્ષુ પુરુષોએ અનન્ય પ્રેમે સેવન કરવા યોગ્ય, પરમસરળ અને શાંતમૂર્તિ એવા શ્રી સુભાગ્ય, મુમુક્ષુજનને પરમ હિતસ્વી, સર્વ જીવ પ્રત્યે પરમાર્થ કરુણાદષ્ટિ છે જેની એવા નિષ્કામ, ભક્તિમાન શ્રી સુભાગ્ય.
સંવત ૧૯૪૯ના પત્રોમાં મુમુક્ષુજનના પરમ વિશ્રામરૂપ, મુમુક્ષુજનના પરમ બાંધવ, પરમ સ્નેહી શ્રી સૌભાગ. સંવત ૧૯૫૦ના પત્રોમાં :
મુમુક્ષુજનના પરમ હિતસ્વી, મુમુક્ષુ પુરુષ શ્રી સૌભાગ, સત્સંગ યોગ્ય, પરમ સ્નેહી શ્રી સૌભાગ, પૂજ્યશ્રી.
૮૮
.
.
દયસખા શ્રી સૌભાગ્ય
9
the Use Only
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org