________________
કૃપાળુદેવને કહ્યું, “હે ! રાયચંદ મહેતા તમે બંને જણા આખો દિવસ આત્માની વાતો કરો છો તો મારી એટલી વિનંતી છે કે તમો બન્ને વિમાનમાં બેસી મોક્ષમાં જાવ ત્યારે તમારા વિમાનનો એક દાંડિયો પકડવા દેજો.” પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ તરત જ કહ્યું કે, “તમે અત્યારે સામાયિક કરવા જઈ રહ્યા છો તો તે સામાયિક તમે ઉપાશ્રયને બદલે મસ્જિદમાં જઈને કરી આવો તો આ બની શકે.” જ્ઞાનીની આજ્ઞા સંસારમાં જતા આડા પ્રતિબંધ જેવી છે તે ન જાણતાં રતનબાએ શ્રીમદ્જીના આ અર્થગંભીર શબ્દોને રમૂજ તથા હાસ્યમાં કાઢી નાખી બોલ્યા કે, “સામાયિક કાંઈ મસ્જિદમાં જઈ થતી હશે? એમ કહી રતનબા ઉપાશ્રય ચાલ્યાં ગયાં. “આણાએ ધમ્મો, આણાએ તવો” જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ જ તપ.
ઝવેરાતનો પ્રસંગ એક વખત શ્રીમદ્ સાયલાથી સિગરામમાં બેસીને નીકળ્યા. સાથે શ્રી સૌભાગ્યભાઈના ભાણેજ ઠાકરશીભાઈ અને શ્રી ડુંગરશીભાઈ ગોસળિયા હતા.
શ્રીમદ્ શ્રી ડુંગરશીભાઈને કહ્યું : “કેમ, ડુંગરભાઈ, તમે સોભાગભાઈને કહેલું તે અમને જણાવતા હતા કે, “જ્ઞાન હોય તેને નાણું ન હોય” તેનું કેમ ?
શ્રી ડુંગરશીભાઈએ જવાબ આપ્યો : “હવે તે તો કંઈ જણાતું નથી. આપની પાસે જ્ઞાન છે અને નાણું પણ છે.”
પછી ઝવેરાતની પેટીમાંથી શ્રીમદ્ શ્રી ડુંગરશીભાઈને ઝવેરાત બતાવવા લાગ્યા. રસ્તે ખાડા ટેકરામાં સિગરામ હાલકડોલક થતો હતો, તેથી કિંમતી હીરા, મોતી કે ઝીણાં નંગ પડી જશે તો હાથ નહિ લાગે એવો ભય પ્રદર્શિત કરીને શ્રી ડુંગરશીભાઈએ શ્રીમદૂને ઝવેરાત ન કાઢવાની વિનંતી કરી.
એટલે શ્રીમદ્ કહે : “અમારું ક્યાંય જવાનું નથી. તમે ચિન્તા ન કરો.” એમ કહીને બધું ઝવેરાત બતાવવા લાગ્યા, અને તેઓ બોલ્યા : “જેને આત્મજ્ઞાન છે તેને ઝવેરાતની પરીક્ષા થવી સહેલ છે.”
સંબોધનો અને સહીઓ
૮૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org