________________
સંવત ૧૯૪૯ના પત્રોમાં : આત્મસ્વરૂપ, આત્મપ્રણામ, અત્યંત ભક્તિએ પ્રણામ, પ્રેમભક્તિએ નમસ્કાર. સંવત ૧૫૦થી ૧૯૫૩ના પત્રોમાં :
દાસાનુદાસ રાયચંદના પ્રણામ પહોચે, આત્મસ્વરૂપે પ્રણામ, સહજાત્મસ્વરૂપ યથાયોગ્ય, સહજાત્મ ભાવનાએ યથાયોગ્ય, ત્રિવિધ ત્રિવિધ નમસ્કાર, ભક્તિભાવે નમસ્કાર, સહજશુદ્ધ આત્મસ્વરૂપ, આજ્ઞાંકિત રાયચંદના પ્રણામ. વિદ્યમાન આજ્ઞાંકિત રાયચંદના દંડવત્, અત્યંત ભક્તિએ પ્રણામ, દાસાનુદાસ રાયચંદના પ્રણામ પહોંચે, ત્રિવિધ ત્રિવિધ નમસ્કાર. આ સહીઓ પરથી પરમકૃપાળુદેવના હૃદયમાં શ્રી સૌભાગભાઈ પ્રત્યેનો કેટલો ઉચ્ચતમ પ્રેમાદર ભાવ હતો તે જણાય છે.
લિ. વીતરાગ ભાવના યથાયોગ્ય, અભિન્નબોધમયના પ્રણામ, આત્મપ્રદેશ સમસ્થિતિએ નમસ્કાર, સહજસ્વરૂપ, આત્મસ્વરૂપ વગેરે સહીઓ પરમકૃપાળુદેવની આંતરદશા સૂચવે છે.
(૨) શ્રી સૌભાગ્યભાઈએ કરેલાં સંબોધનો અને સહીઓ આપણે આગળ પરમકૃપાળુદેવે શ્રી સૌભાગ્યભાઈને કરેલ સંબોધનો તેમ જ સહીઓ અંગે વિચારી ગયા. હવે શ્રી સૌભાગ્યભાઈએ પત્રવ્યવહાર દરમ્યાન પરમકૃપાળુદેવને કરેલ સંબોધનો અને સહીઓ જોઈશું.
પહેલાં આપણે સંબોધન જોઈએ. સંવત ૧૯૪૬ થી ૧૯૪૮
સાહેબજી, પૂજય તરણ તારણ, પરમાત્મા દેવ, પૂ. મહાપુરુષ, બોધસ્વરૂપ, જોગેશ્વર સાહેબશ્રી.
સંવત ૧૯૪૯.
પૂજય સાહેબજી, પ્રેમકુંજ, તરણતારણ, પરમાત્માદેવ સાહેબજી, શ્રી રાજ્યચંદ્રભાઈની ચીંરજીવી ઘણી હોજો .
સંવત ૧૯૫૦
સાહેબજી, સર્વ શુભોપમાલાયક, પરમ પરમાત્મા આત્મ દેવ, તરણતારણ, બોધસ્વરૂપ, સકળ ગુણજાણ.
૯)
• દયસખા શ્રી સૌભાગ્ય
S For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org