________________
સંવત ૧૯૫૧.
પ્રેમપુંજ, પરમાત્મા દેવ, બોધસ્વરૂપ, પરમ પૂજય, સહજાત્મ સ્વરૂપ, ચિરંજીવી હોજો.
સંવત ૧૯પર.
પરમપૂજ્ય, તરણતારણ, બોધસ્વરૂપ, શ્રી સહજાત્મ સ્વરૂપ સાહેબજી, જગતનો ઉદ્ધાર કરનારા દેવ, આત્મસ્વરૂપ.
સંવત ૧૯૫૩.
સહજાત્મ સ્વરૂપ સ્વામી, પ્રેમપેજ, તરણતારણ, બોધસ્વરૂપ, પરમાત્મા દેવ, સાહેબજી, કરુણાસિબ્ધ સગુરુ ભગવાન, દેવાધિદેવ, સપુરુષ મહાત્મા, કરુણાસાગર, કૃપાનાથ, પરમપુરુષ મહાપ્રભુજી, સરવે સુભોપમા જોગ.
ઉપર્યુક્ત સંબોધનો જોતાં અને તે વિષે વિચારતાં સ્પષ્ટ જણાઈ આવે છે કે, શ્રી સૌભાગ્યભાઈ પરમકૃપાળુદેવ તરફ પૂજ્યભાવ-અહોભાવ-ઉપકારી ભાવ-પથપ્રદર્શક ભાવ-ભગવાન સ્વરૂપ હોવાનો ભાવ અનુભવે છે. કૃપાળુદેવ પોતાને ભવસાગરમાંથી ચોક્કસ પાર ઉતારશે એવું ખાતરીપૂર્વકનું સબંધોન “તરણતારણ” શબ્દ દ્વારા વ્યક્ત કરે છે. “કૃપાનાથ કરુણાસાગર” જેવાં સંબોધનો દ્વારા પરમકૃપાળુદેવ કૃપા વરસાવનારા અને કરુણાના સાગર સમાન છે એવો નિશ્ચય ધરાવે છે. “ચિરંજીવી હોજો” દ્વારા વડીલની હેસિયતથી આશીર્વાદ આપવાના ભાવ પણ વ્યક્ત થાય છે. “સપુરુષ મહાત્મા” અને “મહાપ્રભુજી” દ્વારા શ્રી સૌભાગ્યભાઈ ખાતરી આપે છે કે, પરમકૃપાળુ દેવ એક સપુરુષ છે મહાત્મા છે - ભગવાન છે.
આમ આ સંબોધનો દ્વારા શ્રી સૌભાગ્યભાઈના હૃયના ભાવો વ્યક્ત થાય છે. હવે શ્રી સૌભાગ્યભાઈની પત્રાંતે સહીઓ જોઈએ. સંવત ૧૯૪૬ થી ૧૯૫૩ સુધી.
સોભાગના પ્રણામ, સેવક સોભાગ, આજ્ઞાંકિત સેવક, સેવક સોભાગના પાયેલાગણ, સેવક સોભાગ લલ્લુભાઈના નમસ્કાર, સેવક સોભાગના દંડવત્ નમસ્કાર, આજ્ઞાંકિત દાસના દાસ સેવક સોભાગના નમસ્કાર, “દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન” સોભાગના નમસ્કાર, આજ્ઞાંકિત સેવક પામરમાં પામર સોભાગ લલ્લુભાઈના નમસ્કાર.
સંબોધનો અને સહીઓ
૯૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org