________________
શોભે સૌભાગ્યજી.... (રાગ... આ તો લાખેણી આંગી કહેવાય...) મને વ્હાલું શ્રી સાયલા ગામ, શોભે સૌભાગ્યજી !
મહાભાગ્ય ! ઉદય થયો આજ, ભેટ્યા સૌભાગ્યજી ! પ્રભુ મિલન મોરબી (જેતપર) ગામે થયું, ત્યારે હૈયું આનંદથી છલકી રહ્યું,
| દર્શનનો અપૂર્વ પ્રભાવ !... શોભે સૌભાગ્ય... પૂર્વ ભવની અનુસંધી આવી મળી, અણસારે ઓળખી લીધા “શ્રી હરિ
કર્યું સર્વાર્પણ તેણીવાર... શોભે. પ્રભુ અદ્ભુત અંતરવૃત્તિ સમજે, તેને પગલે અનુસરવા પ્રશ્ન પૂછે,
| ક્યારે પધારશો વનવાસ ?. શોભે. એની અલૌકિક ઉત્કૃષ્ટ ભક્તિ જોઈ, પરમાત્મા પ્રસન્ન થયા કૃપા ઘણી,
| સર્વોત્તમ પ્રજ્ઞાને એ નમસ્કાર. શોભે. ભક્ત ભગવાન પરસ્પર સત્સંગ ઇચ્છ, નિરંતર એકરૂપ રહેવા ઝંખે,
ભગવંત વત્સલતા અપાર... શોભે. છ છ માસથી વિનંતી પત્રો લખે, એનું હૈયું પિયુ પિયુ લગની રટે,
સહેવાય નહીં વિરહો લગાર... શોભે. બોધમૂર્તિ પધાર્યા ઘર આંગણિયે, ઊભી શેરીમાં કિનખાબ પાથરીએ,
ગાવે મહિમા પ્રભુનો અપાર... શોભે. જ્ઞાનધારાનો મૂળમાર્ગ પૂર્ણ કહ્યો, એથી ઈશ્વરના ઘરનો મર્મ લહ્યો,
કલ્પદ્રુમની છાયા આધાર... શોભે. મુમુક્ષુ તેડાવે ઘર સ્નેહે કરી, રાજવાણી ચખાવે હૈયું ભરી,
ગાવો ગાવો પ્રભુના ગુણગાન... શોભે. દિવ્ય ધ્વનિથી અમૃતધારા વરસે, એ સુણી સૌભાગ્યનું મનડું હરખે,
વરસ્યા વરસ્યા ત્યાં મેઘ આખી રાત... શોભે. રાજવાણીના મર્મને પારખી ગયા, અપૂર્વ રહસ્યો પામી ગયા,
સૌભાગ્ય મૂર્તિ ! સૌભાગ્ય !... શોભે. રાતદિવસ “સહજાત્મ'ની લગની રહે, ભેદજ્ઞાન અનુભવની જયોતિ ઝગે, દઢ મોહનો તોડ્યો છે પાસ,
કરું વંદન પડીને પાય.... શોભે. ખંભાતસ્થિત પૂ.ભાવપ્રભાશ્રીજી મહારાજ સાહેબે આ પદ રચેલ છે. આ પદમાં પ.કૃ.દેવ તથા પૂ. શ્રી સૌભાગ્યભાઈનો આંતરિક સંબંધ ભાવપૂર્ણ રીતે વ્યક્ત કરેલ છે.
પર
હૃદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org