________________
પ્રકરણ - ૬ આjક અસ્થિરતા મળે આધ્યાત્મિક સ્થિરતા-સોભાગભાઈને
સાચવી લેતા શ્રીમદ્જી સમૃદ્ધિ અને બાહ્ય વૈભવ એ જ સાચું સુખ છે એમ જગતના તમામ અજ્ઞાની જીવોની માન્યતા છે. સત્તા અને સંપત્તિના લોભથી થોડા જ મનુષ્યો છૂટી શક્યા છે. જયારે પુણ્યકર્મનું પ્રારબ્ધ બદલાય છે ત્યારે બાહ્ય સંજોગો પ્રતિકૂળ બને છે. સમજણના અભાવે જીવ ચિન્તાથી ઘેરાઈ જાય છે અને આર્ત અને રૌદ્ર પરિણામ ધારણ કરી અનંત કર્મો બાંધી લે છે. આવું જ બન્યું હતું. શ્રી સોભાગભાઈના જીવનમાં. આર્થિક રીતે સાંકડી સ્થિતિમાં આવી ગયેલા શ્રી સોભાગભાઈને નગરશેઠનો મોભો સાચવવો તથા કુટુંબનિર્વાહનો મોટો પ્રશ્ન હતો. અર્થ કમાવવા માટે જે કંઈ પુરુષાર્થ કરતા તે બધા નિષ્ફળ જતા હતા તેથી તેઓ સતત ચિત્તિત રહેતા.
સૌભાગ્યભાઈની બાહ્ય પરિસ્થિતિ ભલે નબળી હોય અને તેમ વિચારતાં એવું લાગે કે પૂર્વેનાં કર્મોએ જીવનનું સુખ ઝૂંટવી લીધું પરંતુ ખરેખર સૂક્ષ્મતાએ વિચારીએ તો શ્રીમદ્જી જેવા નિઃસ્પૃહ મહાત્માનું સાંનિધ્ય પામી સોભાગભાઈ ખરેખર તેમના નામ પ્રમાણે ઉત્કૃષ્ટ સદ્ભાગ્ય લઈને જન્મ્યા હતા. પુણ્યાનુબંધી પુણ્યનો સંચય એટલો વિપુલ પ્રમાણમાં હતો કે પરમકૃપાળુદેવ જેવા પરમજ્ઞાની પુરુષના હદયમાં તેઓને સ્થાન પ્રાપ્ત હતું. કપટ અને દંભ રહિત શ્રી સોભાગભાઈ સર્વાગીપણે શ્રીમદ્જીને સમર્પિત હતા. દ્ધયના ભાવો અને મનના વિચારો નિખાલસતાપૂર્વક કૃપાળુદેવને કહી જતા. શિષ્ય જ્યારે જ્યારે કાંઈ પણ ગોપવ્યા વગર મુક્તકંઠે પોતાની નબળાઈની જાહેરાત કરે છે ત્યારે ત્યારે કરુણાનિધાન, ક્ષમાસાગર એવા સદ્ગુરુ સતુ ઉપદેશ દ્વારા શિષ્યની સારસંભાળ લેતા હોય છે. આમ સોભાગભાઈને સદ્ગુરુ શ્રીમદ્જી સાચવી લે છે. | . ભગવાનદાસ મનસુખભાઈ મહેતાએ “અધ્યાત્મ રાજચંદ્ર” ગ્રંથમાંના આ વિષયને ખૂબ સુંદર અને ન્યાયપૂર્ણ રીતે રજૂ કરેલ છે. તે પુસ્તકના-૭રમાં પ્રકરણમાંથી અવતરણો લઈ અહીં પ્રસ્તુત કરેલ છે.
જે ચિંતાના ઉપદ્રવે તમે મુંઝાઓ છો, તે ચિંતા ઉપદ્રવ કોઈ શત્રુ નથી. (અં.૪૪૩) સંસારની ઝાળ જોઈ ચિંતા ભજશો નહીં. ચિંતામાં સમતા રહે તો તે આત્મચિંતન જેવી છે. (અં.૪૬૧) વ્યવહાર ચિંતાથી અકળામણ આવતાં, સત્સંગના વિયોગથી કોઈ પ્રકારે શાંતિ નથી રહેતી એમ આપે લખ્યું તે યોગ્ય જ છે. તથાપિ આર્થિક અસ્થિરતા મધે આધ્યાત્મિક સ્થિરતા-સોભાગભાઈને સાચવી લેતા શ્રીમદ્જી
૫૩ For X ivate Use Only
Jain Education International
www.jainelibrary.org