________________
અંબાલાલ :- હે પ્રભુ બેહદ દિલગીર છું કે, પરમ પૂજય પૂજવા યોગ્ય પરમ
સ્તુતિ કરવા યોગ્ય, મહાન શ્રી સૌભાગ્યભાઈ સાહેબે પરમ સમાધિભાવે શુદ્ધ આત્માના ઉપયોગપૂર્વક આ ક્ષણિક દેહનો ત્યાગ કર્યો છે. એ પવિત્ર પુરુષની દુઃખ વેદવાની સ્થિતિ, આત્માનું અત્યંત તારતમ્યપણું અને સદ્ગુરુ પ્રત્યેના એકનિષ્ઠભાવ અને છેવટ સુધીનો ઉપયોગનો એક જ ક્રમ જોઈ મને બહુ જ આનંદ થાય છે. વારંવાર તેમના ઉત્તમોત્તમ ગુણો અને મારા પ્રત્યેની કૃપા
સ્મૃતિમાં આવ્યા કરે છે.
પરમકૃપાળુદેવે સોભાગભાઈને આપેલી અંજલિ પરમકૃપાળુદેવ :- આર્ય શ્રી સોભાગે જેઠ વદ ૧૦, ગુરુવારે સવારે દશ ને પચાસ
મિનિટે દેહ મૂક્યાના સમાચાર વાંચી ઘણો ખેદ થયો છે. જેમ જેમ તેમના અભુત ગુણો પ્રત્યે દૃષ્ટિ જાય છે, તેમ તેમ અધિક અધિક ખેદ થાય છે. જીવને દેહનો સંબંધ એ જ રીતે છે. તેમ છતાં અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે; જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સોભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી.
આર્ય શ્રી સોભાગની અંતરંગદશા અને દેહમુક્ત સમયની દશા, હે મુનિઓ ! તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.
આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સોભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે. શ્રી સોભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. શ્રી સોભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
મંગલમય મૃત્યુ
૨૬૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org