________________
સૌભાગ્યભાઈ :- મને એક જ લક્ષ છે. બીજો નથી પણ હવે તમે મને કંઈ કહેશો
નહીં. મારા ઉપયોગથી ચૂકાઈ જવાય છે. તેથી મને ખેદ રહે છે.
(તૂટક તૂટક બોલે છે.) અંબાલાલ :- ચુંબક ! કેટલા વાગ્યા હશે ?
(ચંબકને જરા બાજુ પર લઈ જઈ પૂછે છે.) ચંબકલાલ :- દશ ને અડતાલીશ મિનિટ થઈ છે. અંબાલાલ :- ધારશીભાઈ જરા અહીં આવોને ?
સોભાગભાઈની સ્થિતિ અંતિમ અવસ્થાની હોય એમ મને લાગે છે, રખેને વધારે દુઃખની સ્થિતિમાં આત્મ ઉપયોગ ભૂલી ગયા
હોય તો ? ધારશીભાઈ :- આપણે એકવાર સ્મરણ આપવું જોઈએ. અંબાલાલ :- ચાલો, નજીક જઈ સ્મરણ આપીએ.
સહજાત્મસ્વરૂપ સ્વામી... સહજાત્મસ્વરૂપ સ્વામી.. સમ
સ્વરૂપ સ્વામી... સૌભાગ્યભાઈ :- (ગળકાં ખાતાં તૂટક તૂટક બોલે છે.) હા ! એ જ મારું લક્ષ છે.
અંબાલાલ ! તમે મોડા પડ્યા. મારે તને કેટલોક ઉપદેશ કરવાની ઇચ્છા છે, પણ હવે વખત નથી. હું સમાધિભાવમાં છું, તું સમાધિમાં રહેજે હવે મને કંઈ કહીશ નહીં. (આમ બોલતાં બોલતાં શ્રી સૌભાગ્યભાઈ હાંફી રહ્યા હોય એમ લાગે છે. ત્યાં ઊભેલાં-બેઠેલાં સહુ ઊભાં થઈ ગયાં. ત્રિકરણ યોગથી પૂ. શ્રી સૌભાગ્યભાઈને નમસ્કાર કર્યા.) (નમસ્કાર પૂર્ણ થતાં પૂ. શ્રી સૌભાગ્યભાઈએ ડાબું પડખું ફેરવ્યું અને તરત જ દેહનો ત્યાગ કર્યો.) (શ્રી અંબાલાલભાઈ શ્રી સૌભાગ્યભાઈ પાસે જઈ નાડી તપાસ છે, હાથ નીચે રાખે છે. અને પોતાનો હાથ પ્રણામની મુદ્રામાં રાખે છે. બીજા બધા પણ સ્તબ્ધ થઈ જાય છે. હાથ જોડી ઊભા રહી જાય છે.) (અંતિમ દૃશ્ય બાદ અંજલિ આપવામાં આવે છે.)
. હૃદયસખા શ્રી સૌભાગ્ય
૨૬૭
હક For Personal Private Use Only
Jain Education International
www.jainelibrary.org