________________
હહરસી હૌસ, પુદ્ગલછબિ છારસી; જાલસી જગબિલાસ, ભાલસૌ ભુવનવાસ, કાલસ કુટુંબકાજ, લો કલાજ લારસી; સીઠસૌ સુજસુ જાનૈ, બીઇસી બખત માર્ન,
ઐસી જાકી રીતિ તાહી, બંદત બનારસી. જે કંચનને કાદવ સરખું જાણે છે, રાજગાદીને નીચપદ સરખી જાણે છે, કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે, મોટાઈને લીપવાની ગાર જેવી જાણે છે, કીમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે, સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે, જગતમાં પૂજ્યતા થવા આદિની હૉસને અનર્થ સમાન જાણે છે, પુદ્ગલની છબી એવી ઔદારિકાદિ કાયાને રાખ જેવી જાણે છે, જગતના ભોગવિલાસને મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે, ઘરવાસને ભાલા સમાન જાણે છે, કુટુંબના કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે, લોકમાં લાજ વધારવાની ઇચ્છાને મુખની લાળ - જાણે છે, કીર્તિની ઇચ્છાને નાકના મેલ જેવી જાણે છે અને પુણ્યના ઉદયને જે વિદ સમાન જાણે છે, એવી જેની રીતિ હોય તેને બનારસીદાસ વંદના કરે છે. નોંધ : (પત્ર પૂર્ણ થતા સુધીમાં શ્રી સૌભાગ્યભાઈ પલંગમાં સૂતા હોય છે તેને બદલે
બેઠા થઈ જાય છે.) અંબાલાલ :- અરે ! સૌભાગ્યભાઈ તો બેઠા થઈ ગયા, ખરેખર પ્રભુના
| શબ્દોની શક્તિ તો જુઓ ! મારા નાથ ! દયાળુ ! તારો અનુગ્રહ
અનુપમ છે. નોંધઃ (સ્ટેજ પર અંધકાર થઈ જાય છે.) (નવું દૃશ્ય શરૂ થતાં પ્રકાશ થાય છે.) ડુંગરભાઈ :- અંબાલાલ ! ગઈકાલ જેઠ વદ નોમ, બુધવાર હતો પણ આખો
દિવસ પસાર થઈ ગયો, જો કે સોભાગભાઈની તબિયત ઘણી
ક્ષીણ થઈ ગયેલ માલૂમ પડે છે. અંબાલાલ :- આજે પણ ગઈકાલની માફક આપણે સૌએ સાવધાન રહેવાનું છે.
તેઓ ગઈકાલથી ઘણું જ ઓછું બોલે છે. (શ્રી સોભાગભાઈના
શ્વાસોચ્છવાસના અવાજ વધી જાય છે.) મણિલાલ :- બાપુજી ! આપ સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રીના સ્મરણને લક્ષમાં
રાખજો.
મંગલમય મૃત્યુ
૨૬૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org