________________
જશે, માટે નિશ્ચિત રહો. હું કોઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું; એ ભૂલશો નહીં.
દેહ જેનો ધર્મોપયોગ માટે છે, તે દેહ રાખવા જે પ્રયત્ન કરે છે, તે પણ ધર્મને માટે જ છે. (પત્રાંક-૩૭)
વચનામૃતજીના પત્રાંક-૪૦માં શ્રીમદ્જી લખે છે કે : વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, અને જિતેંદ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય, તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. અનંત જન્મમરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે અને તે જ કર્મમુક્ત થવાની જિજ્ઞાસુ કહી શકાય છે. તે જ પુરુષ યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી મુક્ત થવાના પુરુષાર્થમાં યોજાય છે. (પત્રાંક-૪૦)
જે આત્મા મુક્ત થયા છે તે આત્મા કંઈ સ્વચ્છંદવર્તનાથી મુક્ત થયા નથી, પણ આપ્ત પુરુષે બોધેલા માર્ગના પ્રબળ અવલંબનથી મુક્ત થયા છે.
અનાદિકાળના મહાશત્રુરૂપ રાગ, દ્વેષ અને મોહના બંધનમાં તે પોતા સંબંધી વિચાર કરી શક્યો નથી. મનુષ્યત્વ, આર્ય દેશ, ઉત્તમ કુળ, શારીરિક સંપત્તિ એ અપેક્ષિત સાધન છે, અને અંતરંગ સાધન માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા એ છે.
એમ જો સુલભબોધિપણાની યોગ્યતા આત્મામાં આવી હોય તો તે, જે પુરુષો મુક્ત થયા છે અથવા વર્તમાનમાં મુક્તપણે કે આત્મજ્ઞાનદશાએ વિચારે છે તેમણે ઉપદેશેલા માર્ગમાં નિઃસંદેહપણે શ્રદ્ધાશીલ થાય.
રાગ, દ્વેષ અને મોહ એ જેનામાં નથી તે પુરુષ તે ત્રણ દોષથી રહિત માર્ગ ઉપદેશી શકે, અને તે જ પદ્ધતિએ નિઃસંદેહપણે પ્રવર્તનારા પુરુષો કાં તે માર્ગ ઉપદેશી શકે.
સર્વ દર્શનની શૈલીનો વિચાર કરતાં એ રાગ, દ્વેષ અને મોહરહિત પુરુષનું બોધેલું નિગ્રંથદર્શન વિશેષ માનવા યોગ્ય છે.
એ ત્રણ દોષથી રહિત, મહાઅતિશયથી પ્રતાપી એવા તીર્થકર દેવ તેણે મોક્ષના કારણરૂપે જે ધર્મ બોધ્યો છે, તે ધર્મ ગમે તે મનુષ્યો સ્વીકારતાં હોય પણ તે એક પદ્ધતિએ હોવાં જોઈએ, આ વાત નિઃશંક છે.
અનેક પદ્ધતિએ અનેક મનુષ્યો તે ધર્મનું પ્રતિપાદન કરતાં હોય અને તે મનુષ્યોને પરસ્પર મતભેદનું કારણ થતું હોય તો તેમાં તીર્થકર દેવની એક પદ્ધતિને દોષ નથી પણ તે મનુષ્યોની સમજણ શક્તિનો દોષ ગણી શકાય.
પ.કૃ.દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના પ્રતિમા પૂજન સંબંધી વિચારો
૨૨
For
Jain Education International
ivate Use Only
www.jainelibrary.org