________________
એ રીતે નિગ્રંથધર્મપ્રવર્તક અમે છીએ, એમ જુદા જુદા મનુષ્યો કહેતા હોય, . તો તેમાંથી તે મનુષ્ય પ્રમાણાબાધિત ગણી શકાય કે જે વીતરાગ દેવની આજ્ઞાના સભાવે પ્રરૂપક અને પ્રવર્તક હોય.
આ કાળ દુઃસમ નામથી પ્રખ્યાત છે. દુ:સમકાળ એટલે જે કાળમાં મનુષ્યો મહાદુઃખ વડે આયુષ્ય પૂર્ણ કરતાં હોય, તેમ જ ધર્મારાધનારૂપ પદાર્થો પ્રાપ્ત કરવામાં દુઃસમતા એટલે મહાવિધ્નો આવતાં હોય, તેને કહેવામાં આવે છે.
અત્યારે વીતરાગ દેવને નામે જૈન દર્શનમાં એટલા બધા મત ચાલે છે કે તે મત, તે મતરૂપ છે, પણ સરૂપ, જ્યાં સુધી વીતરાગ દેવની આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તતા ન હોય ત્યાં સુધી કહી શકાય નહીં.
એ મતપ્રવર્તનમાં મુખ્ય કારણો મને આટલાં સંભવે છે : (૧) પોતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષોએ નિગ્રંથદશાની પ્રાધાન્યતા ઘટાડી હોય. (૨) પરસ્પર બે આચાર્યોને વાદવિવાદ. (૩) મોહનીય કર્મનો ઉદય અને તે રૂપે પ્રવર્તન થઈ જવું. (૪) પ્રહાયા પછી તે વાતનો માર્ગ મળતો હોય તોપણ તે દુર્લભબોધિતાને લીધે ના ગ્રહવો. (૫) મતિની ન્યૂનતા. (૬) જેના પર રાગ તેના છંદમાં પ્રવર્તન કરનારા ઘણાં મનુષ્યો. (૭) દુઃસમ કાળ અને (૮) શાસ્ત્રજ્ઞાનનું ઘટી જવું.
એટલા બધા મતો સંબંધી સમાધાન થઈ નિઃશંકપણે વીતરાગની આજ્ઞારૂપે માર્ગ પ્રવર્તે એમ થાય તો મહાકલ્યાણ, પણ તેવો સંભવ ઓછો છે; મોક્ષની જિજ્ઞાસા જેને છે તેની પ્રવર્તન તો તે જ માર્ગમાં હોય છે; પણ લોક કે ઓઘદૃષ્ટિએ પ્રવર્તનારા પુરુષો, તેમ જ પૂર્વના દુર્ઘટ કર્મના ઉદયને લીધે મતની શ્રદ્ધામાં પડેલાં મનુષ્યો તે માર્ગનો વિચાર કરી શકે, કે બોધ લઈ શકે એમ તેના કેટલાક દુર્લભબોધી ગુરુઓ કરવા દે, અને મતભેદ ટળી પરમાત્માની આજ્ઞાનું સમ્યગુદશાથી આરાધન કરતાં તે મતવાદીઓને જોઈએ, એ બહુ અસંભવિત છે. સર્વને સરખી બુદ્ધિ આવી જઈ, સંશોધન થઈ, વીતરાગની આજ્ઞારૂપ માર્ગનું પ્રતિપાદન થાય એ સર્વથા જો કે બને તેવું નથી, તો પણ સુલભબોધી આત્માઓ અવશ્ય તે માટે પ્રયત્ન કર્યા રહે, તો પરિણામ એ આવે, એ વાત મને સંભવિત લાગે છે.
દુઃસમ કાળના પ્રતાપે, જે લોકો વિદ્યાનો બોધ લઈ શક્યા છે તેમને ધર્મતત્ત્વ પર મૂળથી શ્રદ્ધા જણાતી નથી, જેને કંઈ સરળતાને લીધે હોય છે, તેને તે વિષયની કંઈ ગતાગમ જણાતી નથી; ગતાગમવાળો કોઈ નીકળે તો તેને તે વસ્તુની વૃદ્ધિમાં
. દયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Persc
r ivate Use Only
www.jainelibrary.org