________________
હોય છે, તો તે મુમુક્ષુની વિપત્તિ ટાળવા માટે ઉપયોગી થાય છે. પારમાર્થિક વૈભવથી જ્ઞાની, મુમુક્ષુને સાંસારિક ફળ આપવાનું ઇચ્છે નહીં, કારણ કે અકર્તવ્ય તે જ્ઞાની કરે નહીં.”
સાંકડી પરિસ્થિતિમાં, આર્થિક ભીડ મધ્યે પરમકૃપાળુદેવના શ્રી સોભાગભાઈ ઉપર લખેલાં આ જ્ઞાન વચનો માત્ર સોભાગભાઈને જ નહીં પણ જગતના તમામ જીવોને આશ્વાસનરૂપ છે. આર્ત અને રૌદ્ર પરિણામધારાથી બચાવનાર છે. સંસારમાં રહેતા તમામ જીવો આધિ, વ્યાધિ અને ઉપાધિની ત્રિવિધ તાપાગ્નિથી બળી રહ્યા છે. ક્ષણે ક્ષણે અનંત ખેદ અને અતુલ દુઃખ અનુભવી રહ્યા છે.
અત્યારના કાળમાં જીવની સહનશીલતા ઘટી છે અને માટે નાનું દુ:ખ પણ પહાડ જેવું મોટું લાગે છે. દુઃખમાંથી મુક્ત થવા દરેક આત્મા ઇષ્ટદેવની સહાય માંગે છે ને આમ સંસારફળની અપેક્ષાએ ધર્મનું આચરણ કરે છે. કોઈ વિરલા જીવોને પરમકૃપાળુદેવ જેવા ગુરુની નિશ્રા પ્રાપ્ત થાય છે. દુઃખથી ભાગવા ઇચ્છતા સોભાગભાઈને સમભાવનું પોષણ આપી શ્રીમદ્જીએ ધરી રાખ્યા. શ્રીમદ્જીનું અનન્ય શરણ પામી, શ્રી સોભાગભાઈના અંતઃકરણમાં અધ્યાત્મનો ઉદ્યોત થયો. પોતાના હૃદય આસને શ્રીમદ્જીને સ્થાપી, અનન્ય પ્રેમ, નિશદિન તેઓ પૂજા કરતા. અખંડ શ્રદ્ધા અને સરળ મનોવૃત્તિએ અલૌકિક પરિણામ અપાવ્યું. શ્રીમદ્જીને સાયલાથી વળાવતી વખતે પોતાના દયનો આનંદ-ઉલ્લાસ તથા ભક્તિની ખુમારીને અભિવ્યક્ત કરતા શ્રી સોભાગભાઈ શૂરાતનથી શ્રીમદ્જીને કહે છે, “ઊગતા સૂર્યની સાખે, નદીની સાખે, સપુરુષની સાખે આ સોભાગને આપના સિવાય બીજું રટણ ન હો” તે જ ભાવને અનુસરતો પત્ર લખે છે કે, ખીલાથી વળગ્યો રહે તો વાળ વાંકો ન થાય. તો મારે એમ જ છે. અમે કાંઈ સમજતા નથી ને અમારે જ્ઞાન જોતું નથી તેમ છે. હવે આપની ઇચ્છા હોય તેમ કરો. ગમે તો સમાગમમાં રાખો, ગમે તો દૂર રાખો, પણ એક ભજન રાત દિવસ મારે તો આપનું જ છે.” “માગી ખાઈને ગુજરાન ચલાવશું, પણ ખેદ નહીં પામીએ, જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે. પૂર્વે બાંધેલાં અસંખ્યાત કર્મોને નિર્ઝરવાનો સંવરભાવ શ્રીમદ્જીએ સોભાગભાઈમાં સ્થાપિત ર્યો, જેનું ફળ એ આવ્યું કે, બાહ્ય દુઃખ કે શારીરિક વેદના સોભાગભાઈને દુઃખી ન કરી શક્યાં. સાચો સમાધિભાવ કેળવી અંતે સોભાગભાઈએ વિદેહી દશા પ્રાપ્ત કરીને આ જ ભવમાં કલ્યાણ સાધ્ય કર્યું.
આર્થિક અસ્થિરતા મળે આધ્યાત્મિક સ્થિરતા-સોભાગભાઈને સાચવી લેતા શ્રીમદ્જી
પ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org