________________
ખેતરમાં ભરાઈ ગયા. ફક્ત સાહેબજી પોતે જ નીડરપણે એક જ ધારાએ ચાલતા રહ્યા હતા અને તેમની પાછળ શ્રી સૌભાગ્યભાઈ તથા શ્રી ડુંગરશીભાઈ ચાલતા હતા. બેઉ સાંઢ પાસે આવતા જ શાંત બની ઊભા રહ્યા.
આ પ્રસંગ પરથી આપણને ખ્યાલ આવે છે કે શ્રી સૌભાગ્યભાઈ તથા શ્રી ડુંગરશીભાઈને પરમકૃપાળુ દેવ પર કેટલો વિશ્વાસ હતો ! કેટલી શ્રદ્ધા હતી ! સાંઢને લડતા લડતા આવતા જોઈને ગમે તેવો હિંમતવાળો પણ ભાગી જાય ત્યારે શ્રી સૌભાગ્યભાઈ તો પરમકૃપાળુદેવનાં વચનો સાંભળી નિર્ભયતાપૂર્વક ચાલતા રહે છે. સપુરુષનાં વચનો પ્રત્યે આવી શ્રદ્ધા હોય તે જ પ્રગતિ સાધે છે.
પ્રસંગ-૨ આ બીજો પ્રસંગ પૂજ્ય ત્રિભોવનભાઈ માણેકચંદ ખંભાતવાળાએ કહેલ છે. આ પ્રસંગ પણ “રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ (સત્સંગ-સંજીવની)”માં છપાયેલ છે.
એક વખત સાહેબજી રાળજવાળા શેઠના બંગલાની (રાજછાયા બંગલો) અગાસીમાં બેઠા હતા. તેઓની એક બાજુ શ્રી સૌભાગ્યભાઈ અને બીજી બાજુ શ્રી ડુંગરશીભાઈ બેઠા હતા. મારા પિતાશ્રી પણ ત્યાં બેઠા હતા તે વખતે ચક્રવર્તી સંબંધી વ્યાખ્યા ચાલી હતી. ત્યારબાદ મારા પિતાશ્રીને સાહેબજીએ બાર વ્રતનું સ્વરૂપ કહી સંભળાવ્યું હતું ને પછી કીધું કે, આ જે બે આર્ય શ્રી સૌભાગ્ય ને શ્રી ડુંગરશી છે તે સુધર્માસ્વામી અને શ્રી ગૌતમસ્વામી જેવા છે.”
પરમકૃપાળુદેવના ઉપરોક્ત વાક્ય પરથી ખ્યાલ આવે છે કે, પરમકૃપાળુદેવને શ્રી સૌભાગ્યભાઈ અને શ્રી ડુંગરશીભાઈનું કેટલું મહત્ત્વ હતું. ભગવાન મહાવીરસ્વામીના શિષ્યગણમાં શિરોમણિ સમાન શ્રી ગૌતમસ્વામી અને શ્રી સુધર્માસ્વામી હતા. તેમ શ્રી સૌભાગ્યભાઈ તથા ડુંગરશીભાઈ પરમકૃપાળુદેવના શિષ્યગણમાં શિરોમણિ સમાન હતા.
પ્રસંગ-૩ પરમકૃપાળુદેવ વારંવાર નિવૃત્તિ ક્ષેત્રમાં એકાંત વાસપણે રહેવા માટે ચરોતર પ્રદેશમાં આવતા હતા. એવા જ એક પ્રસંગમાં તેઓશ્રીની સાથે શ્રી અંબાલાલભાઈ, શ્રી સૌભાગ્યભાઈ તથા શ્રી ડુંગરશી ગોસળિયા બાર દિવસ કાવીઠા ગામમાં રહ્યા હતા. પછી રાળજમાં પારસીના બંગલે આઠ દશ દિવસ રહ્યા હતા. તે વખતે શ્રી લલ્લુજી વગેરે સાધુઓનું ચાતુર્માસ ખંભાતમાં હતું. ચોમાસામાં સાધુથી વિહાર કરી
પ્રેરક પ્રસંગો
૮૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org