________________
ચમત્કારી સાધુ પુરુષનો ભેટો થઈ ગયો. શ્રી લલ્લુભાઈ શેઠને લાગ્યું કે, જરૂર આ મહાપ્રતાપી જણાતા સાધુ પુરુષ પાસેથી ઇચ્છિત વસ્તુ મળશે. યોગ્ય સમયે તક જોતાં શ્રી લલ્લુભાઈ શેઠે પોતાની કથળેલી આર્થિક પરિસ્થિતિની વાત કર્યા બાદ તે આર્થિક પરિસ્થિતિ મંત્ર તંત્ર કે ચમત્કાર વડે સુધરે એવી અપેક્ષાથી સાધુ પાસે યાચના કરી. પણ તે સાધુ તો અધ્યાત્મપ્રેમી સાચા સંત હતા તેથી તેઓએ શ્રી લલ્લુભાઈ શેઠને ઉપાલંભ આપતાં જણાવ્યું કે, “આવા વિચક્ષણ થઈ તમે આત્માની વાત પામવાની ઇચ્છાને બદલે આવી માયાની વાત કરો છો તે તમને ઘટે નહીં.” આ પ્રકારનો ઠપકો સાંભળી શ્રી લલ્લુભાઈ શેઠને પણ પસ્તાવો થયો. તેઓ આમ તો સરળ અને ધર્મપ્રેમી પુરુષ હતા. તેઓને ખ્યાલ આવી ગયો કે, પોતે ભૂલ કરી છે, ન માંગવા જેવું માંગેલ છે તેથી તરત જ પોતે પશ્ચાત્તાપ કરી, ક્ષમા માંગી અને આત્મા પ્રાપ્ત થાય એવી વિદ્યા આપવા પ્રાર્થના કરી. પરિણામે તે મહાત્માપુરુષે પ્રસન્ન થઈ શ્રી લલ્લુભાઈ શેઠને “સુધારસ” નામની યોગક્રિયાની બીજજ્ઞાનની પરમાર્થ રહસ્યભૂત વાત કરીને કહ્યું કે, “કોઈ યોગ્ય પાત્રને કહેશો તો જ્ઞાનપ્રાપ્તિમાં તેને ઉપયોગી થશે.” ત્યાર પછી શ્રી લલ્લુભાઈ શેઠ તો સાયલે આવીને “બીજજ્ઞાન”ની જ આરાધના કરવા લાગી ગયા. હાલતાં-ચાલતાં તેનું ધ્યાન કરતાં પોતાને જંગમ સામાયિક છે એમ કહેવા લાગ્યા. શ્રી લલ્લુભાઈને એમ લાગ્યું કે, પેલા સાધુ પુરુષે આ વાત કોઈ યોગ્ય પાત્રને આપવા જણાવેલ છે, તો મારો પુત્ર સૌભાગ્ય આ માટે યોગ્ય પાત્ર છે, તેથી તેઓએ આ વાત પૂ. શ્રી સૌભાગ્યભાઈને કહી અને તેમને પણ આ “બીજજ્ઞાન” કોઈ યોગ્ય પાત્ર મળે તો તેને આપવા જણાવ્યું.
સૌભાગ્યભાઈની ત્રીજી પેઢીના જમાઈ ઘાટકોપર (મુંબઈ) ખાતે રહેતા ૭૫ વર્ષના શ્રી વજુભાઈ કામદાર પાસેથી શ્રી સૌભાગ્યભાઈના કુટુંબીજનો વિષેની માહિતી પ્રાપ્ત થઈ હતી. સૌભાગ્યભાઈનાં લગ્ન રતનબા સાથે થયેલાં. તેમને ત્યાં બે પુત્રો અને છ પુત્રીઓની સંતતિ થઈ. પુત્રોનાં નામ અનુક્રમે મણિલાલ અને યંબકલાલ હતાં જ્યારે પુત્રીઓનાં નામ દિવાળીબા, ઝવેરબા, પશીબા, છબલબા, ચંચળબા તથા પાર્વતીબા હતાં.
શ્રી સૌભાગ્યભાઈની પુત્રી પાર્વતીબાના પુત્ર શ્રી હિંમતલાલ કે જેઓ ૯૨ વર્ષના છે અને હાલ અગાસ આશ્રમમાં રહી ધર્મ આરાધના કરી રહ્યા છે. તેઓ સાથેની વાતચીતમાં શ્રી સૌભાગ્યભાઈ વિષેની માહિતી પ્રાપ્ત થઈ તે આ પ્રમાણે છે :
શ્રી સૌભાગ્યભાઈનાં માતાજીનું નામ લાલમાં હતું. લાલમા સ્વભાવે સરળ અને પરમકૃપાળુદેવને મળતાં પહેલાંના શ્રી સોભાગભાઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org