________________
ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું તે પરમાર્થ દૃષ્ટિવાન પુરુષોને ગૌણતાથી સ્વરૂપનું જ ચિંતવન છે. ‘સિદ્ધપ્રાભૂત’માં કહ્યું છે કે :
જેવું સિદ્ધભગવાનનું આત્મસ્વરૂપ છે, તેવું સર્વ જીવોનું આત્મસ્વરૂપ છે, તે માટે ભવ્ય જીવોએ સિદ્ધત્વને વિષે રુચિ કરવી.
'जारिस सिद्ध सहावो, तारिस सहावो सव्वजीवाणं, तह्मा सिद्धंतरुई, कायव्वा भव्वजीवेहिं.'
તેમ જ શ્રી દેવચંદ્રસ્વામીએ શ્રી વાસુપૂજ્યના સ્તવનમાં કહ્યું છે કે ‘જિનપૂજા રે તે નિજપૂજના.’
જો યથાર્થ મૂળદષ્ટિથી જોઈએ તો જિનની પૂજા તે આત્મસ્વરૂપનું જ પૂજન છે.
સ્વરૂપઆકાંક્ષી મહાત્માઓએ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપપ્રાપ્તિનો હેતુ જાણ્યો છે. ક્ષીણમોહ ગુણસ્થાનપર્યંત તે સ્વરૂપચિંતવના જીવને પ્રબળ અવલંબન છે. વળી માત્ર એકલું અધ્યાત્મસ્વરૂપચિંતવન જીવને વ્યામોહ ઉપજાવે છે, ઘણા જીવોને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા સ્વેચ્છાચારીપણું ઉત્પન્ન કરે છે, અથવા ઉન્મત્તપ્રલાપદશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનથી ભક્તિપ્રધાન દષ્ટિ થાય છે, અને અધ્યાત્મદૃષ્ટિ ગૌણ થાય છે. જેથી શુષ્કતા, સ્વેચ્છાચારીપણું અને ઉન્મત્તપ્રલાપતા થતાં નથી. આત્મદશા બળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મપ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણોને ભજે છે, એટલે શુષ્કતાદિ દોષો ઉત્પન્ન થતા નથી, અને ભક્તિમાર્ગ પ્રત્યે પણ જુગુપ્સિત થતાં નથી. સ્વાભાવિક આત્મદશા સ્વરૂપલીનતા પામતી જાય છે. જ્યાં અહંતાદિના સ્વરૂપધ્યાનાલંબન વગર વૃત્તિ આત્માકારતા ભજે છે, ત્યાં - (અપૂર્ણ)
૧. આનંદઘન તીર્થંકર સ્તવનાવલી પરત્વેનું આ વિવેચન લખતાં આ સ્થળેથી અપૂર્ણ મુકાયું છે. - સંશોધક
૩૧
* શ્રી ઋષભજિનસ્તવન (અનુ. પૃ.૩૨ ઉપ૨)
ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત,
રીઝ્યો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. ઋષભ ૧
કોઈ કંત કારણ કાષ્ઠભક્ષણ કરે રે, મિલશું કંતને ધાય,
એ મેળો નવિ કહિયે સંભવે રે, મેળો ઠામ ન ઠાય. ઋષભ૦ ૩
Jain Education International
For Personal & Private Use Only
હૃદયસખા શ્રી સૌભાગ્ય
www.jainelibrary.org