________________
સયોગરૂપ પ્રારબ્ધને લઈને તેઓ દેહધારી છે, પણ તે ભગવાન સ્વરૂપસમવસ્થિત છે. સિદ્ધ ભગવાન અને તેમના જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં કે વીર્યમાં કંઈ પણ ભેદ નથી, એટલે અહત ભગવાનની ઉપાસનાથી પણ આ આત્મા સ્વરૂપલયને પામી શકે છે. પૂર્વ મહાત્માઓએ કહ્યું છે કે :
'जे जाणई अरिहंते, दव्व गुण पज्जवेहिं य;
सो जाणई निय अप्पा, मोहो खलु जाई तस्स लयं.' જે ભગવાન અહંતનું સ્વરૂપ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે, તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેનો નિશ્ચય કરીને મોહ નાશ પામે. તે ભગવાનની ઉપાસના કેવા અનુક્રમથી જીવોને કર્તવ્ય છે, તે નવમા સ્તવનમાં શ્રી આનંદઘનજી કહેવાના છે, જેથી તે પ્રસંગે વિસ્તારથી કહીશું.
ભગવાન સિદ્ધને નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય એ કર્મોનો પણ અભાવ છે, તે ભગવાન કેવળ કર્મરહિત છે. ભગવાન અહંતને આત્મસ્વરૂપને આવરણીય કર્મોનો ક્ષય છે, પણ ઉપર જણાવેલાં ચાર કર્મનો પૂર્વબંધ, વેદીને ક્ષીણ કરતાં સુધી, તેમને વર્તે છે, જેથી તે પરમાત્મા સાકાર ભગવાન કહેવા યોગ્ય છે.
તે અહત ભગવાનમાં જેઓએ “તીર્થંકર નામકર્મનો શુભયોગ પૂર્વે ઉત્પન્ન કર્યો હોય છે, તે “તીર્થકર ભગવાન કહેવાય છે; જેમનો પ્રતાપ, ઉપદેશબળ, આદિ મહત્પર્યયોગના ઉદયથી આશ્ચર્યકારી શોભે છે. ભરતક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણી કાળમાં તેવા ચોવીસ તીર્થંકર થયા, શ્રી ઋષભદેવથી શ્રી વર્ધમાન.
વર્તમાનમાં તે ભગવાન સિદ્ધાલયમાં સ્વરૂપસ્થિતપણે વિરાજમાન છે. પણ ભૂતપ્રજ્ઞાપનીયનથી તેમને વિષે “તીર્થંકરપદનો ઉપચાર કરાય છે. તે ઔપચારિક નયષ્ટિથી તે ચોવીસ ભગવાનની સ્તવનારૂપે આ ચોવીસ સ્તવનોની રચના કરી છે.
સિદ્ધ ભગવાન કેવળ અમૂર્તપદે સ્થિત હોવાથી તેમનું સ્વરૂપ સામાન્યતાથી ચિંતવવું દુર્ગમ્ય છે. અતિ ભગવાનનું સ્વરૂપ મૂળદૃષ્ટિથી ચિંતવવું તો તેવું જ દુર્ગમ્ય છે, પણ યોગીપદના અવલંબનપૂર્વક ચિંતવતા સામાન્ય જીવોને પણ વૃત્તિ સ્થિર થવાને કંઈક સુગમ ઉપાય છે, જેથી અહંત ભગવાનની સ્તવનાથી સિદ્ધપદની સ્તવના થયા છતાં, આટલો વિશેષ ઉપકાર જાણી શ્રી આનંદઘનજીએ આ ચોવીશી ચોવીશ તીર્થંકરની સ્તવનારૂપે રચી છે. નમસ્કારમંત્રમાં પણ અહંતપદ પ્રથમ મૂકવાનો હેતુ એટલો જ છે કે તેમનું વિશેષ ઉપકારીપણું છે.
પ.કૃ.દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના પ્રતિમા પૂજન સંબંધી વિચારો
૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org