________________
મેં પ્રસિદ્ધિ આપી હોત તો આપનાં અંતઃકરણો વધારે દુભાત અને દુભાવવાનું નિમિત્ત હું થાત; એટલા માટે મેં તેમ કર્યું નહીં. કેટલોક વખત વીત્યા પછી મારા અંતઃકરણમાં એક એવા વિચારે જન્મ લીધો કે તારા માટે તે ભાઈઓને સંકલેશ વિચારો આવતા રહેશે; તે જે પ્રમાણથી માન્યું છે, તે પણ માત્ર એક તારા હૃયમાં રહી જશે; માટે તેને સત્યતાપૂર્વક જરૂર પ્રસિદ્ધિ આપવી. એ વિચારને મેં ઝીલી લીધો. ત્યારે તેમાંથી ઘણા નિર્મળ વિચારની પ્રેરણા થઈ, તે સંક્ષેપમાં જણાવી દઉં છું. પ્રતિમા માનો એ આગ્રહ માટે આ પુસ્તક કરવાનો કંઈ હેતુ નથી. તેમ જ તેઓ પ્રતિમા માનો તેથી મને કંઈ ધનવાન થઈ જવાનું નથી; તે સંબંધી જે વિચારો મને લાગ્યા હતા.
(અપૂર્ણ મળેલ) (પત્રાંકઃ ૭૫૩) ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત, રીઝયો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત.” ઋષભ૦ ૧.
નાભિરાજાના પુત્ર શ્રી ઋષભદેવજી તીર્થકર તે મારા પરમ વહાલા છે. જેથી હું બીજા સ્વામીને ચાહું નહીં. એ સ્વામી એવા છે કે પ્રસન્ન થયા પછી કોઈ દિવસ સંગ છોડે નહીં. જ્યારથી સંગ થયો ત્યારથી આદિ છે, પણ તે સંગ અટળ હોવાથી અનંત છે. ૧
વિશેષાર્થ : જે સ્વરૂપજિજ્ઞાસુ પુરુષો છે, તે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા ભગવાનના સ્વરૂપમાં પોતાની વૃત્તિ તન્મય કરે છે; જેથી પોતાની સ્વરૂપદશા જાગ્રત થતી જાય છે અને સર્વોત્કૃષ્ટ યથાખ્યાતચારિત્રને પ્રાપ્ત થાય છે. જેવું ભગવાનનું સ્વરૂપ છે, તેવું જ શુદ્ધનયની દૃષ્ટિથી આત્માનું સ્વરૂપ છે. આ આત્મા અને સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં ઔપાધિક ભેદ છે. સ્વાભાવિક સ્વરૂપથી જોઈએ તો આત્મા સિદ્ધ ભગવાનની તુલ્ય જ છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિરાવરણ છે, અને વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવરણસહિત છે, અને એ જ ભેદ છે; વસ્તુતાએ ભેદ નથી. તે આવરણ ક્ષીણ થવાથી આત્માનું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે.
અને જયાં સુધી તેવું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટ્યું નથી, ત્યાં સુધી સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા સિદ્ધ ભગવાનની ઉપાસના કર્તવ્ય છે; તેમજ અહંત ભગવાનની ઉપાસના પણ કર્તવ્ય છે, કેમ કે તે ભગવાન સયોગીસિદ્ધ છે.
૨૯
દયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Persorral a Private Use Only
www.jainelibrary.org