________________
બાદ ઉત્કૃષ્ટ ભાવે શ્રીમદ્જીને સાષ્ટાંગદંડવત્ ત્રણ નમસ્કાર કર્યા અને ત્યાર પછી જે હેતુથી પોતે આવ્યા હતા તે ગુરૂગમ જ્ઞાન–બીજ જ્ઞાનની યૌગિક પ્રક્રિયા શ્રીમદ્જીને
દર્શાવી.
શ્રી સોભાગભાઈ સાથેના આ પ્રથમ સત્સંગના અનુગ્રહથી શ્રીમદ્જીને આત્મદશાનું સ્મરણ થયું અને તેઓ અલૌકિક અંતરંગ સમાધિ ભાવમાં સરી જઈ સ્થિર થઈ ગયા.
ત્યાર બાદ પરમકૃપાળુદેવ તથા શ્રી સોભાગભાઈનો સત્સમાગમ અવારનવાર થતો રહ્યો. સોભાગભાઈ પર લખેલ પ્રથમ પત્ર (પત્રાંક : ૧૩ર)માં શ્રીમદ્જી લખે છે કે : “ક્ષણમfપ સજ્જનમંતિરે, મવતિ માવતરને નૌકા” એ વાક્ય મહાત્મા શંકરાચાર્યજીનું છે; અને તે યથાર્થ જ છે. “ક્ષણવારનો પણ સત્પરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે.” આપે મારા સમાગમથી થયેલ આનંદ અને વિયોગથી અનાનંદ દર્શાવ્યો તેમ જ આપના સમાગમ માટે મને પણ થયું છે.”
હિન્દુ ધર્મના મહાત્મા શ્રી શંકરાચાર્યજીનું વચન ટાંકી શ્રીમદ્જી પોતે સંપ્રદાયની સંકુચિતતાથી મુક્ત આપ્તપુરુષનાં પૂર્ણ વચનોને સ્વીકારવા તૈયાર હતા.
સોભાગભાઈ સાથેની પહેલી મુલાકાત કેટલી બધી આધ્યાત્મિક રીતે પુષ્ટદાયી બની હતી અને સોભાગભાઈ સાથેનું અન્યોન્ય ઋણાનુબંધ કેટલું પ્રબળ હતું તે શંકરાચાર્યજીનું વચન ટાંકી શ્રીમદ્જી પોતાના મનના ભાવોને વ્યક્ત કરે છે. કર્મ, પુનર્જન્મ, કર્મનાશ તેમ જ મોક્ષને માનનાર જે આસ્તિક દર્શનો છે તેમાં થયેલા આત્મજ્ઞાની મહાત્માઓના શબ્દ યથાર્થ હોય છે, સર્વમાન્ય હોય છે. એ જ રીતે પત્રાંક ૬૪માં વવાણિયાથી પરમકૃપાળુદેવ લખે છે કે,
“પક્ષપાતો ન મે વીરે, ન લેષઃ કપિલાદિષા
યુક્તિમચનં યસ્ય, તસ્ય કાર્ય પરિગ્રહઃ // એ જૈન આચાર્ય શ્રી હરિભદ્રાચાર્યની કલમથી લખાયેલ શ્લોક છે. તેમાં તેઓ સ્પષ્ટ કહે છે કે, અમને વીર ભગવાન પ્રત્યે પક્ષપાત નથી, તેમ કપિલાદિ મહાત્મા તરફ દ્વેષ નથી. જેનું વચન યુક્તિમય એટલે કે યથાર્થ હોય તે મને પરિગ્રહ કરવા યોગ્ય–ગ્રહણ કરવા યોગ્ય લાગે છે.
આમુખ
S
Jain Education International
For Person
Private Use Only
www.jainelibrary.org