________________
પરમ પૂજ્ય—પરમ ઉપકારી બાપુજી શ્રી લાડકચંદભાઈ માણેકચંદભાઈ વોરાએ આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પ્રગટ થઈ ત્યારે સોભાગભાઈ અને શ્રીમદ્ભુના અન્યોન્ય પારમાર્થિક સંબંધની રહસ્યમય કડીનો વિશિષ્ટ ઉલ્લેખ તેમના આમુખના લેખનમાં કરેલ, તે જ આમુખને થોડા પર્યાયાંતર સાથે અહીં રજૂ કરીએ છીએ. સુવાચક વર્ગને વિનંતી કે, પૂ. બાપુજીએ કરેલ અંગુલિનિર્દેશ પર ગંભીરતાપૂર્વક ધ્યાન આપી તેના હાર્દને સમજવાનો પ્રયાસ કરવો.
બાપુજીએ જે મુદ્દાઓ પર વિશેષ ભાર આપ્યો છે તે નીચે પ્રમાણે છે : (૧) શ્રીમદ્ભુ તથા સોભાગભાઈના પારમાર્થિક સંબંધની મૂળ કડી એ ગુરુગમ જ્ઞાનની યોગ પ્રક્રિયા છે.
(૨) “સાચું એ મારું” આ ગુણગ્રાહ્ય દષ્ટિ વડે જૈન દર્શનનો અનેકાન્તવાદ સાધકમાં સિદ્ધ થાય છે. આત્મજ્ઞાની મહાપુરુષ ભલે કોઈ પણ સંપ્રદાયના હોય પણ એમનું અનુભવ સહિતનું વચન સર્વને સ્વીકાર્ય હોય છે.
(૩) જે જ્ઞાનનો મહિમા સોભાગભાઈ થકી શ્રીમદ્ભુને વેદાયો તે જ્ઞાનનો ઉલ્લેખ શ્રીમદ્ભુએ પોતાના સ્વરચિત “યમ નિયમ” તથા “બિના નયન” આ બે પદોમાં કર્યો છે.
આમુખ
પોતાના પિતાશ્રીની આજ્ઞા લઈ પૂજ્યશ્રી સૌભાગ્યભાઈ, પરમકૃપાળુદેવને ગુરુગમ જ્ઞાન આપવા માટે મોરબી ગયા ત્યારે ખબર પડી કે શ્રીમદ્ભુ તો જેતપર (તાબે મોરબી) એમના બનેવી શ્રી ચત્રભુજભાઈ બેચરભાઈને ત્યાં બિરાજી રહ્યા છે, તેથી શ્રી સૌભાગ્યભાઈ જેતપર મુકામે ગયા. ત્યાં શ્રીમદ્ઘના બનેવી શ્રી ચત્રભુજભાઈ બેચરની દુકાનમાં દાખલ થતાં પરમકૃપાળુદેવ શ્રીમદ્ભુએ આવકાર આપતાં કહ્યું : “આવો સોભાગભાઈ” તે સાંભળી સોભાગભાઈને આશ્ચર્ય થયું કે હું એમને ક્યારેય પૂર્વે મળેલ નથી, તેમ જ મારા આવવાની જાણ પણ નથી છતાં કઈ રીતે મારું નામ લઈ આવકારો આપ્યો ? તે આશ્ચર્ય શમે તે પહેલાં જ પરમકૃપાળુદેવે સૌભાગ્યભાઈને કહ્યું કે, આ ગલ્લામાં એક ચિઠ્ઠી છે તે વાંચો. તે ચિઠ્ઠી વાંચતાં જ સોભાગભાઈને બીજું આશ્ચર્ય થયું કે જે ગુરુગમ જ્ઞાન હું તેમને આપવા આવ્યો છું તે વાત તો તેમાં લખેલી છે. શ્રીમદ્ભુ તો અંતર્યામી જ્ઞાની છે, તેથી મારે તેઓને શું જણાવવાનું હોય ! સોભાગભાઈએ ત્યાર
આમુખ
X
Jain Education International
For Personal Private Use Only
www.jainelibrary.org