________________
નમસ્કાર ! પિતાતુલ્ય શ્રી સૌભાગ્યચંદ્રભાઈએ દેહત્યાગ કર્યાના પ્રથમ ખબર તેમના કુટુંબ તરફથી કહેવરાવેલ હતા. ત્યારબાદ છેવટની વખતના સમાચાર આપે ખંભાત પધારી લખ્યા તે જાણ્યા - અહીંયાં પૂ. શ્રી ધારસીભાઈ પધારેલા, તેમણે આગળ, પાછળની હકીકત તથા અનંતાનુબંધી કષાય સંબંધી પોતે કરેલા ઉપદેશની હકીકત કહી સંભળાવી. આ લખનાર ભિક્ષુકના ઉપર સૌભાગ્યચંદ્રભાઈનો મોટો ઉપકાર હતો. અને તે એટલે સુધી કે એક આંધળાને દોરીને રસ્તે ચડાવનાર તેઓ જ છે. આ બાળકને અને કૃપાસિંધુને ધર્મ સંબંધી પ્રસંગ બિલકુલ ન હતો, પણ અન્ય પ્રસંગ હતો. તે સત્પરુષને ઓળખાવી સત્પુરુષ પર રુચિ ઉત્પન્ન કરાવનાર, આસ્થા રખાવનાર અને કાંડું ઝાલનાર સૌભાગ્યચંદ્રભાઈ છે... આવા ઉપકારી પુરુષનો મને, તમને સૌને વિરહ પડ્યો છે, ને તે વિરહ સદાયનો, તેમની શિખામણ દેવાની રીત, ભક્તિથી માંડી આત્મસ્વરૂપ સુધીનો ઉપદેશ આપનાર, વ્યાવહારિક અને પારમાર્થિક અર્થ સમજાવનાર અને સસ્વરૂપ પ્રત્યે પ્રેમ વધારનાર આપણે ખોયા છે.
જેની સદાય સર્વે જીવ ઉપર હિતબુદ્ધિ સ્તુરી રહેલી પ્રત્યક્ષ જણાઈ આવતી હતી. મહાદયાળુ વૃદ્ધ છતાં પણ ભક્તિનો કોઈ અંશ ઓછો નહિ એવા પરમ વૈરાગી સાધુનો આપણને સદાય વિયોગ થયો છે. મહાત્મા શ્રી સૌભાગ્યચંદ્રભાઈએ તો આ અનિત્ય, ક્ષણભંગુર દેહનો ત્યાગ કર્યો છે. પણ તેનો આપણને કેટલો ગેરલાભ થયો છે, એ વિચાર ઉપર જઈએ છીએ ત્યારે ખેદ, અફસોસ, આંખમાંથી આંસુની ધારા સિવાય બીજું કાંઈ જણાતું નથી. જેમનો આપણને અપૂર્વ લાભ મળતો હતો. જે પરમાત્મા દેવ પાસેથી અપૂર્વ લાભ મેળવતા, તે લાભ આપણને આપતા. આહાહા ! કેવી તેમની ઉદારતા, કેવી તેમની હિતબુદ્ધિ, કેવો તેમનો પારમાર્થિક અચળ ભાવ... વિગેરે વિચારી વારંવાર મનન કરવા યોગ્ય છે. અને આ બાળક તે ભાવને વિચારી વારંવાર વંદન કરે છે. મુનિશ્રી સૌભાગ્યચંદ્રભાઈ તો તેમનું પુરુષ (આત્મા) પ્રયત્ન કરી સુધારી ગયા. સમાધિભાવે સમાધિમરણને અનુસર્યા. એક વખતના સમાધિમરણથી અનંતીવારના અસમાધિમરણને ટાળ્યાં. ધન્ય છે તેમને, ને તે સ્તુતિપાત્ર છે, વારંવાર વખાણવા યોગ્ય છે, અનુમોદન કરવા યોગ્ય છે, આરાધવા યોગ્ય છે, આપણો પરમ સત્સંગ ગયો છે.” (સત્સંગ સંજીવની પુસ્તક આવૃત્તિ બે માંથી)
શ્રી સોભાગભાઈનું સમાધિમરણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org