________________
ખામી આવી છે, તે કોઈ રીતે પૂરી શકાય તેમ નથી. તેમની શાંતિ, દયાળુતા, નિરભિમાનતા, સરળતા, સત્યતા તથા સત્યતા પ્રત્યેની પ્રતીતિ, શુદ્ધ ઉપયોગ અને પરમ પૂજ્ય શ્રી સૌભાગ્ય સ્વરૂપ સ્વામીની (પ.કૃ. શ્રીમદ્ રાજચંદ્રદેવ) પ્રત્યે અડગ શ્રદ્ધા.. અવસાન વખતે વિશેષ દૃઢપણું ઇત્યાદિ કોઈપણ પ્રકારે વર્ણવી શકાય તેમ નથી.. દરેક મુમુક્ષુએ એ વાત રટણ કરવા લાયક છે.”
ધોરીભાઈ બાપુજી, ભાદરણથી પૂ. અંબાલાલભાઈ પરના પત્રમાં જણાવે છે કે, (પત્ર-૧૪, પા.-૨૪૨) “પૂ. સૌભાગ્યભાઈના મૃત્યુના સમાચાર સાંભળી અત્યંત દિલગીર છું. પરંતુ તેમની શુદ્ધ પરિણતિ, શુદ્ધ ઉપયોગ, પરમ શાંતિ, અસંગપણું, પરમ ઉદાસીનતા અને પરમ સમાધિવંત (દશા) સાંભળી કેટલોક આનંદ થાય છે. પણ જ્ઞાની પુરુષનો વિરહ ઘણું ખેદનું કારણ છે.”
સંવત ૧૯૫૩ જેઠ વદ ૦૩ના મુંબઈથી શ્રી મનસુખભાઈ પત્ર દ્વારા અંબાલાલભાઈને જણાવે છે કે “સહજાત્મસ્વરૂપ શ્રી ગુરુ પ્રત્યે ત્રિકાળ નમસ્કાર હો. પ.કૃ. પ્રત્યે આપના બે પત્રો પ્રાપ્ત થયા છે. શ્રી સૌભાગ્ય સાહેબના દેહ ત્યાગના ખબર વાંચી ઘણો ખેદ થયો છે. તેઓનો સદૈવનો વિયોગ થયો, તેથી અત્યંત ખેદ ઉત્પન્ન થાય, એ સ્વાભાવિક છે. તથાપિ તેઓના અદૂભુત ગુણો ને દેહત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, તેથી આનંદ થાય છે. તેઓની મૃત્યુ વખતની સમતા, દેહાદિ પ્રત્યેનો અપ્રતિબદ્ધભાવ તેમ જ તેમનાં સ્વાભાવિક સમતા, નિરભિમાનતા, નિશ્ચલ મુમુક્ષુતા અને આત્મજ્ઞાનનું તારતમ્ય એ આદિ ગુણો તેમના સત્સમાગમને પામેલા પ્રત્યેક મુમુક્ષુને વારંવાર સાંભરી આવવા યોગ્ય છે. પ.કૃ.નાથ પ્રત્યે પ્રાર્થના એ છે કે, તેમને અખંડ શાંતિ આપો.”
પૂ. શ્રીમદ્ સૌભાગ્યભાઈના દેહત્યાગના ખબર, તેમના દેહત્યાગ વખતની આત્માની સ્થિતિ સહિત જે જે મુમુક્ષુઓને આપવા ઘટે તેઓને આપશો. એમ આપને લખવા માટે મને પ.કૃ.દેવ તરફથી આજ્ઞા થઈ છે. જેમ જેમ શ્રી પૂજયપાદ સૌભાગ્યભાઈ સાહેબના અભુત ગુણો પ્રત્યે દૃષ્ટિ દઉં છું, તેમ તેમ અધિક ખેદ થાય છે. જે લખતાં દય ભરાઈ આવે છે. વિશેષ શું લખું? – મનસુખના પ્રણામ, મુંબઈ - ચંપાગલી.”
કેશવલાલ નથુભાઈ, ભાવનગરથી પૂ. શ્રી અંબાલાલભાઈ ઉપર લખેલા પત્રમાં જણાવે છે કે (પાનું-૨૮૮) “સદ્ગુરુ પરમાત્મા દેવશ્રીને અત્યંત ભક્તિથી ત્રિકાળ
... દયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org