________________
આવેલા, ઘણો કાળ તેમના સંગમાં રહેવા છતાં પણ ઓળખાણ થવું દુર્લભ છે. પરમ મુમુક્ષુ શ્રી જૂઠાભાઈ તથા પૂ. શ્રી સૌભાગ્યભાઈ જેવાને ઓળખાણ થઈ, તેમના પ્રત્યે પ્રમોદ ભાવ આવ્યો છે ત્યાં ભગવાનની વૃત્તિ ભક્તો પ્રત્યે જોડાઈ ગઈ છે, જે ભક્તો આગળ પોતાનું લઘુત્વપણું દાખવ્યું છે અને તે ભક્તો દેહ છોડી ગમે ત્યાં જાય પણ તે પરમકૃપાળુદેવને વિસરે નહીં તેવા ભક્તોના હૃયમાં પોતે બિરાજયા.” - શ્રી મનસુખભાઈ રવજીભાઈ કે જેઓ પરમકૃપાળુદેવના નાનાભાઈ થાય તેઓ પણ શ્રી સૌભાગ્યભાઈને માટે કેટલા ઉચ્ચ વિચારો ધરાવતા હતા તે તેમના વવાણિયાથી પરમકૃપાળુદેવને લખાયેલ પત્રમાં જોવા મળે છે. (સત્સંગ-સંજીવની પુસ્તકમાં ક્રમાંક ૭ર પર છે.) તેઓશ્રી લખે છે કે, “ઘણી વેળાએ મારા પરમ પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ સાહેબના ઉત્તમ ગુણો અને ભક્તિ સ્મૃતિમાં આવે છે અને તે વખતે વિચાર થાય છે કે તેમના કરતાં મારે, મારામાં કેટલા ભક્તિભાવ ઉત્પન્ન કરવાની જરૂર છે. છતાં હું મૂર્ખ અજ્ઞાનતાને લીધે આંખ ઉઘાડી જોતો નથી.” આ પત્ર દ્વારા શ્રી મનસુખભાઈ શ્રી સૌભાગ્યભાઈના ઉત્તમ ગુણો અને ભક્તિને યાદ કરી તેવી ભક્તિ પોતામાં પ્રગટે એવા ભાવો વ્યક્ત કરે છે. પુરુષ પ્રત્યેની ભક્તિ જ સંસારસાગર તરવાને નૌકા સમાન છે.
એ જ રીતે મુંબઈથી અષાડ સુદ ચોથના રવિવારે, ૧૯૫૩ના લખાયેલ પત્રમાં (પત્રાંક ૭૮૩) પણ પરમકૃપાળુદેવ શરૂઆતમાં જ લખે છે કે, “શ્રી સૌભાગને નમસ્કાર”, “શ્રી સૌભાગની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે.”
મુંબઈથી અષાડ વદ એકમ, ગુરુવાર, ૧૯૫૩ના લખાયેલ પત્રમાં (આંક ૭૮૬) પરમકૃપાળુદેવ લખે છે કે, “આર્ય સોભાગની અંતરંગદશા અને દેહમુક્ત સમયની દશા, હે મુનિઓ ! તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.”
વણારસી તલસીભાઈ ૫.ક.દેવ પરના પત્રમાં લખે છે કે, “શ્રી સૌભાગ્યભાઈનું પંડિત મરણ થયું છે. મુરબ્બી શ્રી સૌભાગ્યચંદભાઈ સાક્ષાત્ દેહથી મુક્ત થયા, તેઓ અમારા જેવાના આધાર હતા... મનને દિલગીરી થવાનું કારણ છે જે અમારા જેવાને ઘણાને તેમનાથી સંતોષકારક સાધન મળતું. મહાવદ ૧૦, બુધ, ૧૫૪.”
ધારસીભાઈ કુશળચંદભાઈ પૂ. શ્રી અંબાલાલભાઈ પરના પત્ર (પત્ર-૧૦, પા.૨૪૦)માં લખે છે કે, “પરમ પૂજ્ય પરમોત્કૃષ્ટ સમાપિસ્થિત શ્રી સૌભાગ્યભાઈનો આ ભવને વિષે આપણને વિયોગ થયો અને તેમના સત્સમાગમની આપણને જે
શ્રી સોભાગભાઈનું સમાધિમરણ
૭૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org