________________
તે ખેદ પ્રવર્તાવવો યોગ્ય છે.”
પરમકૃપાળુદેવે પોતાના પરમાર્થસખા શ્રી સૌભાગ્યભાઈને આવી ભવ્ય અંજલિ અર્પેલ છે. મોહે કરીને આપણને આપણા પ્રિયજનના અવસાન નિમિત્તે ખેદ રહેતો હોય ત્યારે તેને કેમ શમાવવો એ સંબંધી પરમકૃપાળુદેવની ભલામણ માત્ર ત્રંબકને નહિ પણ આપણને પણ ઉપયોગી છે.
પોતાના અંતરમનનો ભાસ વ્યક્ત કરતા ભાવિ દ્રષ્ટા શ્રીમજી શુભ સ્થળ સાયલા વિષે લખે છે કે, “આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સૌભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે. શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. શ્રી સૌભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે.”
પરમકૃપાળુદેવનો આ અંતરંગ ભાવ અને આશીર્વચન ફળીભૂત થયા હોય એવું લાગે છે. શ્રી રાજ-સોભાગ આશ્રમ થકી પરમકૃપાળુદેવ તથા શ્રી સૌભાગ્યભાઈનો અન્યોન્ય આધ્યાત્મિક સંબંધ આજે પણ જીવંત રહેલો છે. શ્રી સૌભાગ્યભાઈની સ્મૃતિ કેળવીને અનેક મુમુક્ષુઓ પરમકૃપાળુદેવ શ્રીમદ્જીના રાજમાર્ગે આત્મવિકાસ સાધી રહ્યા છે.
પૂ. શ્રી સૌભાગ્યભાઈ વિષે જેમ મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈ લખે છે તેમ શ્રી સુખલાલભાઈ છગનલાલ સંઘવીએ પરમકૃપાળુદેવને સંવત ૧૯૫૫ના ફાગણ સુદ ચોથના પત્ર લખેલ છે [આ પત્ર રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ (સત્સંગસંજીવની) પુસ્તકમાં પત્રાંક ૭૦ પર છે)] કે, “પુરુષાર્થનો ત્યાગ કરેલ દેખાતાં છતાં અમારા પ્રાણેશ્વર પ્રભુને આકર્ષી લેવામાં અનવધિ અને અશ્રાંત પુરુષાર્થ વાપરનાર, અમારા પૂજ્ય, નિષ્કામ -સ્વાર્થ રહિત અને સંસારસાગરમાં ડૂબતા અનેક અનાથ જીવોના ઉદ્ધારને અર્થે નિરંતર પરોપકાર બુદ્ધિથી પરિશ્રમ કરનાર મહાત્મા શ્રી સૌભાગ્યચંદ્રભાઈને સાદર દયે મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ.” કેવી ભવ્ય અંજલિ આપેલ છે.
પૂ. શ્રી બાપુજી શેઠ (ખંભાત) પૂ. શ્રી જવલબેનને તા. ૨૧-૧૨-૧૯૫૦ના પત્રમાં લખે છે કે (સત્સંગ સંજીવની પાનું ૨૦૫) :- “તે પ્રભુ (શ્રીમદ્ પ.કૃ.દેવ)ની વીતરાગતા ઓળખવામાં અનંત અંતરાયો અને અનંત વિકટતા છે અને જેને ઓળખાણ થયું તેઓ સહજ માત્રમાં ભવમુક્ત થયા છે. ઘણા ઘણા પરિચયમાં
... દયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org