________________
દેવાધિદેવ, સહજાત્મસ્વરૂપ સ્વામી...” પોતે ઉપયોગમાં બરાબર વર્તતા હતા અને વખતે કોઈ બોલાવે તો ઉપયોગથી ચૂકવું પડે તેથી એમના મનમાં ખેદ થતો હશે એમ લાગ્યું હતું, પણ પછી કોઈએ કંઈ પણ કહેવાનું બંધ રાખ્યું હતું અને સમાધિભાવ વેદવા દીધો હતો.
હે પ્રભુ, એ પરમ પવિત્ર પૂજ્ય સૌભાગ્યભાઈના સમાધિમરણની સ્થિતિ જોઈ હું આનંદ સાથે પરમ હર્ષિત થયો છું. કારણ કે આવું સમાધિમરણ મેં કોઈનું હજુ જોયું નથી.
મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈના આ બન્ને પત્રો પરથી ખ્યાલ આવે છે કે, શ્રી સૌભાગ્યભાઈનું મૃત્યુ સમાધિપૂર્વક થયું હતું. આવું મૃત્યુ શ્રી અંબાલાલભાઈએ ક્યારેય જોયું નહોતું તેથી તેઓ હર્ષિત થઈ ઊઠેલા. આમ મૃત્યુ પણ મહોત્સવરૂપ બની જાય છે - મંગલ બની જાય છે - આનંદ પ્રસરાવતું બની જાય છે. શ્રી સૌભાગ્યભાઈના દેહવિલયની ક્ષણે જ, મુંબઈમાં પ.કૃ.દેવ શ્રીમદ્જીએ પોતાના જ્ઞાનબળે જાણીને પહેરેલ કપડે જ ઠંડા પાણીથી સ્નાન કર્યું. દેહવિલયનો તાર થોડા સમય બાદ પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગ શ્રીમદ્ રાજચંદ્રદેવના અગાધ જ્ઞાનનો પુરાવો છે.
પરમાર્થ સખા સૌભાગ્યના વિરહનો પરમાર્થ ખેદ સૌથી વધારે કોઈને પણ વેદાયો હોય તો તે નિર્મોહસ્વરૂપ પરમાર્થ સંવેદનશીલ શ્રીમદ્. શ્રીમદ્ પોતાના આ પરમાર્થ સખાના દિવ્ય આત્માને ભવ્ય અંજલિ અર્પતાં, ૧૯૫૩ના જેઠ વદ બારસના દિને સૌભાગ્યના પુત્ર સંબકલાલ પરના આશ્વાસનપત્રમાં (પત્રાંક-૭૮૨) સૌભાગ્યની મુક્તકંઠે સ્તુતિ કરે છે. “આર્ય શ્રી સૌભાગે જેઠ વદ દશમ, ગુરુવારે સવારે દશ ને પચાસ મિનિટે દેહ મૂક્યાના સમાચાર વાંચી ઘણો ખેદ થયો છે. જેમ જેમ તેમના અભુત ગુણો પ્રત્યે દૃષ્ટિ જાય છે, તેમ તેમ અધિક ખેદ થાય છે. જીવને દેહનો સંબંધ એ જ રીતે છે. તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે, જન્મ મરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સૌભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી. વડીલપણાથી તેમના તમારા પ્રત્યે ઘણા ઉપકાર હોવાથી, તેમ જ તેમના ગુણોના અદ્ભુતપણાથી તેમનો વિયોગ તમને વધારે ખેદકારક થયો છે, અને થવા યોગ્ય છે.. મોહે કરીને જે સમયે ખેદ થાય તે સમયે પણ તેમના ગુણોનું અભુતપણું સ્મરણમાં આણી મોહથી થતો ખેદ સમાવીને ગુણોના અભૂતપણાનો વિરહ થયો તે પ્રકારમાં
શ્રી સોભાગભાઈનું સમાધિમરણ
૭૬
Jain Education International
For Personal Private Use Only
www.jainelibrary.org