________________
વ. પત્રાંક - ૫૩૧
મુંબઈ, આસો વદ ૦)), ૧૯૫૦ આપના લખેલા ત્રણે પત્રો પહોંચ્યા છે. જેનો પરમાર્થ હેતુએ પ્રસંગ હોય તે થોડીએક વિગત જો આજીવિકાદિ પ્રસંગ વિષે લખે કે જણાવે તો તેથી ત્રાસ આવી જાય છે. પણ આ કળિકાળ મહાત્માના ચિત્તને ઠેકાણે રહેવા દે તેવો નથી. એમ વિચારી મેં તમારા પત્રો વાંચ્યા છે. તેમાં વેપારની ગોઠવણ વિષેમાં જે આપે લખ્યું તે હાલ કરવા યોગ્ય નથી. બાકી તે પ્રસંગમાં તમે જે કંઈ જણાવ્યું છે તે કે તેથી વધારે તમારી વતી કંઈ કરવું હોય તો તેથી હરકત નથી. કેમ કે તમારા પ્રત્યે અન્યભાવ નથી.
વ. પત્રાંક - પ૩ર
મુંબઈ, આસો વદ ૦)), ૧૯૫૦ તમારા લખેલા ત્રણે પત્રોના ઉત્તરનું એક પતું આજે લખ્યું છે. જે બહુ સંક્ષેપમાં લખ્યું હોવાથી તેનો ઉત્તર વખતે ન સમજી શકાય, તેથી ફરી આ પતું લખ્યું છે. તમારું ચીંધેલું કામ આત્મભાવ ત્યાગ કર્યા વિના ગમે તે કરવાનું હોય તો કરવામાં અમને વિષમતા નથી. પણ અમારું ચિત્ત, હાલ તમે જે કામ લખો છો તે કરવામાં ફળ નથી એમ જાણીને તમારે તે વિચાર હમણાં ઉપશમાવવો, એમ કહે છે. આગળ શું થાય છે તે ધીરજથી સાક્ષીવતું જોવું શ્રેયરૂપ છે તેમ હાલ બીજો કોઈ ભય રાખવો ઘટતો નથી. અને આવી જ સ્થિતિ બહુ કાળ રહેવાની છે એમ છે જ નહીં.
પ્રણામ.
વ. પત્રાંક - પરૂપ
મુંબઈ, કારતક સુદ ૩, બુધ ૧૫૧ તમને બે પત્રો લખ્યા છે તે પહોંચ્યા હશે. અમે સંક્ષેપમાં લખ્યું છે. અભિન્નભાવે લખ્યું છે. કદાપિ કંઈ તેમાં અંદેશા યોગ્ય નથી. તોપણ સંક્ષેપના કારણથી ન સમજાય એવું કાંઈ બને તો પૂછવામાં અડચણ નથી.
શ્રીકૃષ્ણ ગમે તે ગતિને પ્રાપ્ત થયા હોય, પણ વિચારતાં તે આત્મભાવ-ઉપયોગી હતા, એમ સ્પષ્ટ જણાય છે. જે શ્રીકૃષ્ણ કાંચનની દ્વારિકાનું, છપ્પનકોટિ યાદવે સંગ્રહિતનું, પંચવિષયના આકર્ષિત કારણોના યોગમાં સ્વામીપણું ભોગવ્યું, તે શ્રીકૃષ્ણ
૧૪)
હૃદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org