________________
જ્યારે દેહ મૂક્યો છે ત્યારે શી સ્થિતિ હતી તે વિચારવા યોગ્ય છે, અને તે વિચારી આ જીવને જરૂર આકુળપણાથી મુક્ત કરવા યોગ્ય છે. કુલનો સંહાર થયો છે; દ્વારિકાનો દાહ થયો છે, તે શોકે શોકવાન એકલા વનમાં ભૂમિ પર આધાર કરી સૂતા છે, ત્યાં જરાકુમારે બાણ માર્યું તે સમયે પણ જેણે ધીરજને અવગાહી છે તે શ્રીકૃષ્ણની દશા વિચારવા યોગ્ય છે.
પત્રાંક - ૧૪
સંવત ૧૯૫૧ના કારતક સુદી ૫, શુક્રવાર પ્રેમપેજ પરમાત્માદેવ બોધસ્વરૂપ શ્રી રામચંદ્રભાઈ વિ. રવજીભાઈ મુ. મુંબાઈ
બંદર.
શ્રી અંજારથી લિ. આપનો આજ્ઞાંકિત સેવક સોભાગનું પાયેલાગણું વાંચશો.
આપનાં પત્તાં (પત્રો) બે પહેલાં આવ્યાં તે લખાવટ ઘણે ભાગે સમજ્યો છું અને તેનો જવાબ ગઈકાલે અને પરમ દિવસે લખ્યો છે. વળી સમજવા સારું આજે એક પતું પહોંચ્યું છે. વાંચી આનંદ થયો છે તે સમજૂતી આપો છો તે ખરી જ છે અને આપ જેવાને જેને સત્સંગ છે તે ગમે તેમ મન ફેરવી વાળી ધીરજ પકડે જ. કારણ બીજા ઉપાય ન દેખે ત્યારે શું કરે પણ કોક ટાણે તો ભભક લાવો ! પછી મૂવા પછી અમારે કાં (ક્યાં) જોવું છે. હું તે વિષે કાંઈ આપને લખતો નથી. આપની કૃપાથી ખુશીમાં છું. કાંઈ ચિંતા રાખશો નહિ અને અવસર દેખો ત્યારે સંભાળ લેશો. પતિવૃતાની ભક્તિ છે એ જ વિનંતી.
મણિલાલનું પતું આજે આવ્યું તે પોતું (પહોંચ્યો છે. સમાચાર જાણ્યા છે. ત્રિકમજીની દુકાનથી જીવ મેળવી કોલાબાના કામમાં વાકેફ થાય તો તેને આગળ ઉપર ફાયદો છે. આજ સુરતનો તાર છે. શ્રી કારકો-૨૦૦ લેવા લખે છે. તો ધીરે ધીરે લેશું એમ કહેશો એ જ.
લિ. સોભાગ વ. પત્રાંક - પ૩૮
મુંબઈ, કાર્તિક સુદ ૯, બુધ ૧૫૧ બે પત્ર પ્રાપ્ત થયા છે.
છૂટા મનથી ખુલાસો અપાય એવી તમારી ઇચ્છા રહે છે, તે ઇચ્છા હોવાને શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૧૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org