________________
પ્રકરણ - ૭ “આત્મસિદ્ધિ” શાસ્ત્રનું અવતરણ
પરમકૃપાળુદેવે જે રચનાઓ કરી છે તેમાં આ અવનિના અમૃતસમી આત્મસિદ્ધિ પ્રથમ સ્થાને છે. આની અંદર છએ આસ્તિક દર્શનોનો સાર સમાવી દીધો છે. શ્રુત સમુદ્રનું મંથન કરી પરમ તત્ત્વ નવનીત જેમાં ભરેલ છે, એવી આ આત્મસિદ્ધિ જગતનું અમૃત છે. સર્વ જીવોને માટે અચિંત્ય ચિંતામણિ રત્ન સમાન છે. સેંકડો વિદ્વાનો સાથે મળી અથાગ પ્રયત્ન કરવા છતાં જે તત્ત્વનો નિષ્કર્ષ ન આણી શકે તે નિષ્કર્ષ આ ગુજરાતી ભાષામાં લખાયેલ આત્મસિદ્ધિશાસ્ત્રમાં સાવ સુલભ રીતે પરમકૃપાળુદેવે બતાવી દીધો છે.
શિક્ષામૃત”માં પૂ. શ્રી બાપુજી (શ્રી લાડકચંદભાઈ માણેકચંદ વોરા) કહે છે તે પ્રમાણે “આત્મસિદ્ધિ જે સ્વયં શાસ્ત્ર છે, સ્વતંત્ર ગ્રંથ છે, જે એક જ યથાર્થ સમજ્યા હોઈએ અને એ પ્રમાણે પુરુષાર્થ કરીએ તો આપણે મોક્ષે જઈએ.”
ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતાએ લખેલ “અધ્યાત્મ રાજચંદ્ર પુસ્તકમાં આત્મસિદ્ધિ વિષે લખતાં કહે છે કે “તે તો આ અવનિનું અમૃત છે.”
“પડુ દરશન કેરો સાર જેમાં સમાવ્યો, નવનીત શ્રુતઅબ્ધિ મથી જેમાં જમાવ્યો. અનુભવ રસગંગા પ્રાપ્ત જે સુપ્રસિદ્ધિ, અમૃત અવનિનું તે રાજની આત્મસિદ્ધિ.”
આ અમર કૃતિના પ્રેરક નિમિત્ત શ્રી સૌભાગ્યભાઈ હતા તો પૂ. શ્રી અંબાલાલભાઈ આ જ્ઞાનગંગાના અવતરણના પ્રથમ દર્શનલાભી હતા. | સુપ્રસિદ્ધ “છ પદ”નો પત્ર મુખપાઠ કરવો દુષ્કર લાગે છે, સ્મરણમાં રહેવો મુશ્કેલ પડે છે એમ જણાવી શ્રી સૌભાગ્યભાઈએ પરમકૃપાળુદેવને વિનંતી કરી કે આ જ વસ્તુ જો કાવ્યબદ્ધ હોય તો મારા જેવા વૃદ્ધને મુખપાઠ કરવી સરળ-સુગમ પડે. આમ શ્રી સૌભાગ્યભાઈની આ વિજ્ઞપ્તિ પરમકૃપાળુદેવે લક્ષમાં લીધી. જેમ શરદપૂર્ણિમાએ સ્વાતિ નક્ષત્રમાં જે મેઘબિન્દુ છીપમાં પડે તે સાચા મોતીરૂપે પરિણમે છે તેમ શ્રી સૌભાગ્યભાઈની વિનંતી શ્રીમજીના દયમાં આત્મસિદ્ધિરૂપી અમૂલ્ય મોતી રૂપે ઉદ્દભવ પામી. પરમકૃપાળુ દેવ નડિયાદમાં બિરાજમાન હતા. સં. ૧૯૫ર આસો વદ ૧ના દિને સંધ્યા સમય પછી બહારથી આવ્યા અને સાથે રહેલા મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈને કહ્યું અંબાલાલ ! ફાનસ લે. વિનયમૂર્તિ શ્રી અંબાલાલભાઈ
“આત્મસિદ્ધિ શાસ્ત્રનું અવતરણ
૫૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org