________________
ભક્તિભાવથી ફાનસ હાથમાં ધરી ઊભા રહ્યા ને શ્રીમદ્ રાજચંદ્રજીએ માત્ર દોઢ-બે કલાક જેટલા સમયમાં આ ષદર્શનનો સાર સમાવનાર, હૃતસાગરના નવનીત સમાન, અનુભવ રસથી ભરેલ આત્મસિદ્ધિ જેવો અનન્ય ગ્રંથ પૂર્ણ કર્યો. આ એક એવી રચના છે કે જે પરમકૃપાળુદેવને અમર કરવાને પર્યાપ્ત છે. આ આત્મસિદ્ધિના પ્રેરક પ.પૂ. શ્રી સૌભાગ્યભાઈનું જગત તે માટે ઋણી છે.
પરમકૃપાળુદેવે આ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પોતાના પરમ પરમાર્થસખા સૌભાગ્યને ત્રણ સ્થળે નામ લઇને અમર કરેલ છે.
એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય - ૨૦ પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાગ; સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય - ૯૬ શ્રી સુભાગ્યને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ;
તથા ભવ્યતિત કારણે, કહ્યો બોધ સુખસાજ... ગાથા ૨૦માં “સમજે કોઈ સુભાગ્ય” લખી પરમકૃપાળુદેવે શ્રી સૌભાગ્યભાઈનો ઉલ્લેખ કરેલ છે. સુભાગ્ય એટલે સુલભબોધિ જીવ, ભવ્ય જીવ, આરાધક જીવ એમ પણ અર્થ થાય. પરમકૃપાળુદેવ આ ગાથામાં એમ કહેવા માગે છે કે શ્રી સૌભાગ્યભાઈ જેવા કોઈ સમજણ ધરાવતા વ્યક્તિ હોય તે જ વીતરાગનો વિનયમાર્ગ સમજી શકે.
ગાથા ૯૬માં “ઉદય ઉદય સદ્ભાગ્ય” લખીને ફરીથી શ્રી સૌભાગ્યભાઈને અમર કરેલ છે. આ ગાથામાં કહેવામાં આવ્યું છે કે મોક્ષનો ઉપાય સમજાય તો સદ્ભાગ્યનો ઉદય થાય. વળી પરમકૃપાળુદેવે એક ક્રમ વગરની ગાથા લખી છે. તેમાં સ્પષ્ટપણે જણાવેલ છે કે આ આત્મસિદ્ધિ ગ્રંથની રચના શ્રી સૌભાગ્યભાઈ તથા શ્રી અચળ (ડુંગરભાઈ) વગેરે મુમુક્ષુ જીવો માટે જ કરેલ છે. અહીંયાં પણ પરમકૃપાળુદેવ ગાથા ૨૦ની જેમ શ્રી સૌભાગ્યભાઈને “શ્રી સુભાગ્ય” તરીકે જ સંબોધેલ છે.
આ “આત્મસિદ્ધિ"નું મહત્ત્વ પરમકૃપાળુદેવને કેટલું બધું હતું તે પરમકૃપાળુદેવે નડિયાદથી લખેલ આસો વદ ૦)) ૧૯પરના પત્રાંક-૭૨૧માં સ્પષ્ટ જણાવેલ છે.
તેઓ લખે છે કે, “શ્રી ડુંગરને “આત્મસિદ્ધિ મુખપાઠ કરવાની ઇચ્છા છે, તે માટે તે પ્રત એમને આપવા વિષે પુછાવ્યું તો તેમ કરવામાં અડચણ નથી. શ્રી ડુંગરને એ શાસ્ત્ર મુખપાઠ કરવાની આજ્ઞા છે, પણ હાલ તેની બીજી પ્રત નહીં ઉતારતાં આ
... દયસખા શ્રી સૌભાગ્ય
૫૯
Jain Education International
For Personal Private Use Only
www.jainelibrary.org