________________
પ્રત છે તે ઉપરથી જ મુખપાઠ કરવા યોગ્ય છે, અને હાલ આ પ્રત તમે શ્રી ડુંગરને આપશો. તેમને જણાવશો કે મુખપાઠ કર્યા પછી પાછી આપશો, પણ બીજો ઉતારો કરશો નહીં.”
જે જ્ઞાન મહા નિર્જરાનો હેતુ થાય છે તે જ્ઞાન અનધિકારી જીવના હાથમાં જવાથી તેને અહિતકારી થઈ ઘણું કરી પરિણમે છે.”
ઉપરનાં વાક્યો પરથી જણાય છે કે “આત્મસિદ્ધિ” એક અમૂલ્ય કૃતિ છે અને પાત્ર જીવ માટે જ છે.
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની સ્તુતિ કે જે પૂ. શ્રી બ્રહ્મચારીજી દ્વારા ઝુલણા છંદમાં કરવામાં આવી છે, તેમાં પૂ. શ્રી બ્રહ્મચારીજીએ શ્રી સૌભાગ્યભાઈને રાજા ભગીરથ સાથે સરખાવ્યા છે.
પતિત જન પાવની, સુરસરિતા સમી, અધમ ઉદ્ધારિણી, આત્મસિદ્ધિ; જન્મ જન્માંતરો, જાણતા જોગીએ, આત્મ અનુભવ વડે, આજ દીધી. ભક્ત ભગીરથ સમા, ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગ્યની વિનતિથી; ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુએ કરીતી. પૃથ્વી પર જેમ સ્વર્ગલોકની નદી ગંગા પાપીઓને પવિત્ર કરનારી ગણવામાં આવી છે, તેવી જ રીતે પ.કૃ.દેવના દયમાંથી પ્રવહેલી આત્મસિદ્ધિ પણ સંસારમાં ભટકી રહેલા જીવોને સંસારમાંથી મોક્ષ તરફ લઈ જનારી છે. આ “આત્મસિદ્ધિ” પૂર્વભવોને જાણતા એવા અધ્યાત્મ યોગી પરમકૃપાળુદેવે પોતાના આત્મ અનુભવ વડે પ્રકાશેલી છે. આ કૃતિ રાજા ભગીરથ સમાન, ભવ્ય શ્રી સૌભાગ્યભાઈની વિનંતીથી સ્વર્ગનું સુખ અનુભવતા વિદેહી પરમકૃપાળુદેવ દ્વારા પ્રગટ થઈ છે.
જેમ રાજા ભગીરથે સ્વર્ગમાં રહેલી ગંગાને પૃથ્વી પર લાવવા માટે તપ કરીને તેને પ્રસન્ન કરેલ, તેથી ગંગાજી પૃથ્વી પર આવવા તૈયાર થયાં. ગંગાજીનો પ્રવાહ એટલો બધો પ્રચંડ વેગ ધરાવતો હતો કે જો સીધું જ અવતરણ થાય તો તે સીધી જ પાતાળમાં ઊતરી જાય. આમ ન બને તે માટે તેને પૃથ્વી પર ઝીલનાર પાત્રની જરૂરિયાત ઊભી થઈ હતી. તે પાત્રની શોધ કરતાં મહાદેવ શંકર એક એવા જણાયા કે જે તૈયાર થાય તો જ ગંગાને ઝીલી શકે, તેથી રાજા ભગીરથે મહાદેવજીને પ્રસન્ન કરવા તપ આદર્યું અને પ્રસન્ન કર્યા. આમ સ્વર્ગમાં વહેતાં ગંગાજીનું પૃથ્વી પર અવતરણ થયું.
આત્મસિદ્ધિ” શાસ્ત્રનું અવતરણ
૬૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org