________________
કેમ ભૂલું ઉપકાર.. કૃપા રહે સદાયે મુજ પર;
આપ છો તારણહાર. સફળ થયો. દોષ સઘળાં જે મેં કર્યા;
ક્ષમજો દીનદયાળ... ત્રિકરણ વન્દ કરીને;
ખમાવું વારંવાર.... સફળ થયો. નોંધ: (ધીમે ધીમે અંધારું થાય છે અને દેશ્ય પૂર્ણ થાય છે.)
નવું દશ્ય શરૂ થાય છે. પૂ. સૌભાગ્યભાઈ ધ્રૂજતાં ધ્રૂજતાં ચંબક અને મણિના ખભે હાથ રાખી સ્ટેજ પર પ્રવેશે છે. ધીરે ધીરે ખાટલા તરફ જાય છે. તેમનો શ્વાસ ચડી ગયો છે. ખાટલા પર બેસે છે. ત્યારે શ્રી ડુંગરભાઈ, શ્રી ધારશીભાઈ, શ્રીમતી રતનબા, શ્રી ઉજમબા વગેરે સ્ટેજ પર કોઈ બેઠેલાં – કોઈ ઉભેલાં કોઈ કાર્યમાં વ્યસ્ત દેખાય છે.) સૌભાગ્યભાઈ :- ઓ હો ! હે મારા પ્રભુ ! હે મારા નાથ ! નોંધ : (ખાટલા પર સુએ છે. શ્વાસ થોડીવાર પછી હેઠો બેસે છે ત્યારે શ્રી ગોસળિયાને
હાથેથી નજીક આવવા જણાવે છે. પરિણામે શ્રી ડુંગરભાઈ નજીક આવી ટુલ
પર બેસે છે.) સૌભાગ્યભાઈ :- અહીં મારી પાસે (એકશન દ્વારા પાસે બેસવા જણાવે છે.) તો
ડુંગરભાઈ શ્રી સૌભાગ્યભાઈની નજીક ખાટલા પર બેસે છે. સૌભાગ્યભાઈ :- ગોસળિયા ! મારા ભેરુ ! તેં તો મને હમેશાં સાથ આપ્યો છે !
ભાઈ ! તને અંતરથી ખમાવું છું ! ડુંગરભાઈ :- હું પણ આપને ખમાવું છું (શ્રી ડુંગરભાઈ નમન કરે છે.)
(સિગરામનો અવાજ આવે છે.) ધારશીભાઈ :- સિગરામનો અવાજ આવ્યો ! શું અંબાલાલ આવી ગયા ! મણિલાલ :- અરે ! હા ! હા ! અંબાલાલભાઈ આવી ગયા છે (શ્રી મણિલાલ
સ્ટેજ પરથી બહાર જઈ અંબાલાલભાઈને લઈ ફરીથી સ્ટેજ પર આવે છે.)
૨૬૩
. દયસખા શ્રી સૌભાગ્ય
=
=
=
Jain Education International
For Personalvate Use Only
www.jainelibrary.org