________________
અંબાલાલભાઈ સીધા શ્રી સૌભાગ્યભાઈ પાસે જઈ તેમનાં ચરણસ્પર્શ કરે છે એ વખતે શ્રી સૌભાગ્યભાઈ જરાક જ ઊભા
થવા જાય છે.) અંબાલાલ :- કાં ? સોભાગભાઈ ! કેમ લાગે છે ? સૌભાગ્યભાઈ :- ઓ...હો... અંબાલાલ.... તમે આવી ગયા ! અંબાલાલ :- હા, સોભાગભાઈ, જો કે ચાર દિવસનો વિલંબ થયો છે. માટે
ક્ષમા માગું છું. મણિલાલ :- બેન, પાર્વતી ! કાકા માટે પાણી લાવજે તો. પાર્વતી :- લાવી, ભાઈ (પાર્વતી અંબાલાલભાઈ માટે પાણી લાવે છે.
અંબાલાલભાઈ પાણી પીવે છે.) ઉજમબા :- પાર્વતી બેટા ! આ થાળી લઈ જા તો ! પાર્વતી :- જી. ફૈબા, આપો. (પાર્વતી પાણીનો ગ્લાસ તથા થાળી લઈને
રસોડામાં જાય છે.) ડુંગરભાઈ :- અંબાલાલ ! અમે તો તમારી આતુરતાપૂર્વક રાહ જોતા હતા, કેમ
મોડા પડ્યા ? અંબાલાલ :- જાણે વાત એમ છે ડુંગરભાઈ કે, પરમકૃપાળુ શ્રી સદ્ગુરુ સાહેબજીની
આજ્ઞા થતાં અહીં સાયલા ભગતના ગામે આવવા ઘણી જ ઇંતેજારી હતી, પરંતુ મારા અંતરાય કર્મના ઉદયે ચાર દિવસનો વિલંબ થયો. કારણ કે મારા પિતાજીને ત્યાં પાંચમ-છઠ્ઠના દિવસે જ્ઞાતિ જમાડવાનો પ્રસંગ હતો. તેથી કોઈને ખેદનું કારણ ન થાય,
માટે થોડું વધુ રોકાઈ પ્રસંગને સાચવી ખંભાતથી નીકળ્યો. ડુંગરભાઈ :- ચાલો, જેવી પ્રભુ ઇચ્છા. અંબાલાલ :- કાં? ધારશીભાઈ ! કેમ છો ? આપને સુવાણ તો છે, ને ? ધારશીભાઈ :- સારું છે, અંબાલાલ. અંબાલાલ :- ડુંગરભાઈ, સોભાગભાઈને કેમ લાગે છે? ડુંગરભાઈ :- આજે કાંઈક ઠીક લાગે છે. છેલ્લા પાંચ મહિનાથી તાવ આવે
છે. દવા કોઈ લાગુ પડતી નથી. શરીર ધીરે-ધીરે ક્ષીણ થતું જાય છે. આંખે દેખવું પણ ઓછું થઈ ગયું છે. રાત-દિવસ એક સાહેબજીનું જ રટણ રહ્યા કરે છે.
મંગલમય મૃત્યુ
ર૬૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org