________________
એટલે જડ. આ બન્ને દ્રવ્યોની પરિણતી જુદી છે. જડને જડ પરિણતી છે અને ચૈતન્યને ચૈતન્ય પરિણતી છે, અને માટે જ એક સરખી ક્રિયા આ બે દ્રવ્યો કરી ન શકે તથા એક દ્રવ્ય પણ આ બન્ને ક્રિયા ન કરી શકે.
હે નાથ આપની કૃપાએ આ સિદ્ધાંત અનુભવથી પ્રયોગસિદ્ધ થયો છે. તે નાથ ! આત્મપ્રદેશના રોમે રોમ આપને પોકારે છે, પોકારે છે.
જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દોઉં, અપને અપને રૂપ કોઉ ન કરતુ હૈ; જડ પરિનામનિક કરતા હૈ પુદ્ગલ,
ચિદાનન્દ ચેતન સુભાવ આચરતુ હૈ. | હે નાથ ! કેવું આશ્ચર્ય છે કે, આ જીવ એટલે આ આત્મા અને પુદ્ગલ એટલે આ શરીર એ બન્ને નખશિખ એક ક્ષેત્રમાં જ રહ્યા છે. છતાંયે પોતપોતાનું સ્વરૂપ છોડતા નથી. હા ! સત્ય છે કે તે બન્નેનો સંયોગી સંબંધ છે. અરૂપી ચૈતન્ય, સ્વપરપ્રકાશક, આ આત્મા સતત જ્ઞાનની પરિણતીમાં જ રહ્યો છે. જ્યારે સ્પર્શ, રસ, વર્ણ, શબ્દ અને ગંધ વિગેરે ગુણલક્ષણ આ પુદ્ગલનાં છે. તે પોતે તેને કોઈ દિવસ છોડતો નથી. આ શરીરનો સંબંધ થયો છે તે તો સડી જવાનું છે, ગળી જવાનું છે, પડી જવાનું છે, તે મારા સ્વામી ! આપે જ્ઞાનદૃષ્ટિ આપી તેથી હવે આ શરીર પર કોઈ મોહ રહ્યો નથી. આ ચિદાનંદ ચેતનમાં નિજજ્ઞાનરૂપ આનંદમાં ચિરકાળ રહેવું છે, ચિરકાળ રહેવું છે.
હે દીનદયાળ ! હે કરુણાસાગર ! સદ્ગુરુસ્વામી આપના અક્ષરદેહરૂપ પત્રે આ સેવકની સંભાળ લીધી. આપે દીધેલું વચન આપે પૂર્ણરૂપે પાળ્યું છે. તે જ્ઞાનસ્રોત ! પરમસુખના ધામ ! આપે પરમ ઉપકાર કરી આ સેવકને ધન્ય કરેલ છે. આમને આમ છેલ્લા શ્વાસ સુધી આપ મારી સાથે સાથે જ રહેજો. હે નાથ ! હે તાત ! જે મન, વચન, કાયાના પવિત્ર યોગે આ સેવકનું આ આત્માનું કલ્યાણ કર્યું તે જ મન, વચન, કાયાના યોગે આપ મને ખમાવો છો ! હે પરમ લઘુતાના ધારક ! ક્ષમાને પાત્ર તો હું છું, માટે આપ દીનદયાળ, કૃપાનાથ મને ક્ષમજો .
સફળ કર્યો ભવ મારો... મારો;
કેમ ભૂલું ઉપકાર... સફળ થયો ભવ મારો... મારો;
મંગલમય મૃત્યુ
૨૬૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org