________________
પ્રકરણ - ૨ શ્રી સોભાગભાઈને મળતાં પહેલાંના શ્રીમદ્જી
ધર્મભૂમિ એવા આ ભારતદેશમાં પૂર્ણિમાનો દિવસ મહામંગલમય પરમ પવિત્ર ગણાય છે. એમાં પણ કાર્તિક પૂર્ણિમા વિશિષ્ટ પ્રકારે વિશેષ વિશેષ મંગલમય ગણાય છે કેમકે આ દિવસે પ્રકાશપુંજ રૂપે ઘણા મહાન આત્માઓએ આ ભૂમિ પર અવતરણ કરેલ છે. પરમકૃપાળુદેવ સંતશિરોમણિ યુગપ્રવર્તક મહાત્મા પણ આ જ દિવસે આપણા જેવા જ્ઞાન-અંધોને દિવ્યચક્ષુ પ્રદાન કરવા માટે આ સૌરાષ્ટ્ર ભૂમિના વવાણિયા બંદરે વસતા શ્રીમાનું રવજીભાઈને ત્યાં વિ. સં. ૧૯૨૪માં અવતર્યા.
સૌરાષ્ટ્રની પરમ પવિત્ર ધરતી પર પગલાં પાડનાર ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિથી રંગાયેલ નરસિંહ મહેતા, સ્વામી દયાનંદ સરસ્વતીજી જેવા મહાપુરુષો થઈ ગયા. તે જ સૌરાષ્ટ્રની ધરતી પર જન્મ ધારણ કરનાર અને વિચરનાર પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી એક અનોખું વ્યક્તિત્વ ધરાવનાર, મહાન, આત્મપ્રાપ્ત સપુરુષ થઈ ગયા.
પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી અને આ પુસ્તકના ચરિત્રનાયક પૂ. શ્રી સૌભાગ્યભાઈનું પ્રથમ મિલન થયું ત્યાં સુધીના એટલે કે સંવત ૧૯૨૪થી સંવત ૧૯૪૬ સુધીના પરમકૃપાળુદેવનાં બાવીસ વર્ષોના પવિત્ર જીવન વિષે આ પ્રકરણમાં વિચારણા હાથ ધરશું.
પરમ પૂજનીય પરમાત્મા તુલ્ય પરમકૃપાળુદેવની જન્મભૂમિ વવાણિયા ગામ પણ આજે તેઓશ્રીના જન્મ થકી પાવન થઈને પવિત્ર તીર્થધામ બની ગયું છે, જેની યાત્રા કરીને, અને દર્શન કરીને ભવ્ય જીવો ધન્યતા અનુભવે છે. તે જન્મસ્થળે “શ્રીમદ્ રાજચંદ્ર જન્મ ભુવન' નામે ભવ્ય મંદિર બાંધવામાં આવેલ છે. તે મંદિર પણ દર્શનીય અને ભક્તિ કરવા યોગ્ય બની ગયું છે.
મહાદેવ્યાઃ કુક્ષિરત્ન, શબ્દજીતવરાત્મજમ્
રાજચંદ્રમહં વન્દ, તત્ત્વલોચનદાયકમ્ . માતા દેવબાઈ યથાનામા તથા ગુણસાક્ષાત્ દેવી સમાન દિવ્યા હતાં. ગામ લોકો કહે છે કે, સાસુ અને સસરાની અનન્ય સેવા-ભક્તિના પ્રભાવે અને તેમના શુભાશિષથી દેવબાઈને શ્રીમદ્ જેવું દિવ્ય પુત્રરત્ન સાંપડેલ. પરમકૃપાળુદેવના પિતાશ્રી
શ્રી સોભાગભાઈને મળતાં પહેલાંના શ્રીમદ્જી
Jain Education International
For Personer
tivate Use Only
www.jainelibrary.org