________________
બીડશે. પણ આપને વિનંતીપૂર્વક લખું છું કે જો ઠાકોર સાહેબ આપને તેડાવા માણસ મોકલે તો જરૂર આવવું. વળી તે જીવ ઘણો સારો છે એમ મને લાગ્યું છે. તો જો કોઈ રીતે બોધ પામે તો પરમારથની વૃદ્ધિ થાય.
ડુંગર ગોસળિયાની ને મારી ઇચ્છા જલદી સંસાર પડ્યો મૂકવાની (પડતો મૂકવાની) નથી. એ તો જયારે આપની ઇચ્છા હશે, પ્રારબ્ધ જોગ ભોગવી રહ્યા પછી
જ્યારે બનવું હશે ત્યારે બનશે એનું કાંઈ ઘણે ભાગે જરૂર નથી. પણ બાકીની ઉંમર હવે આપના સમાગમમાં નીકળે તો અનંત ફાયદો થાય. કારણ આવો જોગ અનંતકાળ વીતે બનવો કઠણ તે સહેજમાં જોગ બનતાં છતાં વિજોગ રહે છે એટલે ખેદ છે.
પ્રભાવ વિષે તો જે બનવાકાલ હશે તે થાશે તેની કોઈ જરૂર નથી. અમારા સ્વરૂપનો જેમ વધારે પ્રકાશ થાય તેમ કરશો. અમારા મનને કાંઈ સિદ્ધિ રિદ્ધિએ જ્ઞાન હોય નહિ. અમારે તો તમારા સમાગમમાં રહેવું અને જ્ઞાન ચેતનામાં રમવું એમ ઇચ્છા છે. આનંદઘનજી તથા યશોવિજયજી તથા કીર્તિવિજયજી તથા વિનયવિજયજી તથા બીજા કોઈ જીનમાં (જિનમાં) થયેલા આચારજની (આચાર્યની) વાણીમાં બીજજ્ઞાન વિષેનો ભાવાર્થ અમને જોવામાં આવે છે તો તેમ હશે કે પરબારું સ્વરૂપની પ્રાપ્તિ થઈ હશે તે જણાવશો.
ગો. ડુંગર તથા મારા વતી છમછરી (સંવત્સરિ) સંબંધી કોઈ જાણતાં અજાણતાં આપનો અવિનય અભક્તિ થઈ હોય તો હાથ જોડી માન મોડી ભુજો ભુજો કરી ખમાવીએ છીએ. આપ ક્ષમા કરશો એ જ વિનંતી. કામસેવા ફરમાવશો.
મારે હાલ દન (દિવસ) ૪-૫ તાં (ત્યાં) રહેવાનું થવા ભરૂશો છે પછી મોરબી દન ૧૦-૧૫નું કામ છે ત્યાં ગયા વિના છૂટકો નથી અને અંજાર રૂ પડતર છે તે દિવાળી પહેલાં મુંબઈ મોકલવું પડે માટે ભાવનગરથી લખશે તો ત્યાં જાવું પડશે. સજ (સહેજ) જણાવા (જાણવા) લખું છું.
વ. પત્રાંક - પર૫
મુંબઈ, ભાદરવા સુદ ૧૦, રવિ, ૧૯૫૦ આ આત્મભાવ છે, અને આ અન્યભાવ છે, એવું બોબીજ આત્માને વિષે પરિણમિત થવાથી અન્યભાવને વિષે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે, અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્યભાવથી સર્વથા મુક્તપણું કરે છે. નિજારભાવ જેણે જાણ્યો છે એવા જ્ઞાનીપુરુષને ત્યાર પછી પરભાવનાં કાર્યનો જે કંઈ પ્રસંગ રહે છે,
૧૩૮
હૃદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personenrivate Use Only
www.jainelibrary.org