________________
પણ સોનાનું મૂળ સ્વરૂપ જોઈએ તો અનંત પરમાણુ સમુદાય છે. જે પ્રત્યેક પ્રત્યેક પરમાણુઓ છે તે સૌ પોતપોતાના સ્વરૂપમાં જ રહ્યા છે. કોઈ પણ પરમાણું પોતાનું સ્વરૂપ તજી દઈ બીજા પરમાણુપણે કોઈપણ રીતે પરિણમવા યોગ્ય નથી; માત્ર તેઓ એકજાતિ હોવાથી અને તેને વિષે સ્પર્શગુણ હોવાથી તે સ્પર્શના સમવિષમયોગે તેનું મળવું થઈ શકે છે, પણ તે મળવું કંઈ એવું નથી, કે જેમાં કોઈ પણ પરમાણુએ પોતાનું સ્વરૂપ તજ્યું હોય. કરોડો પ્રકારે તે અનંત પરમાણુરૂપ સોનાના ઘાટોને એક રસપણે કરો, તો પણ સૌ સૌ પરમાણુ પોતાના જ સ્વરૂપમાં રહે છે; પોતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ત્યજતાં નથી; કેમ કે તેવું બનવાનો કોઈ પણ રીતે અનુભવ થઈ શકતો નથી. તે સોનાના અનંત પરમાણુ પ્રમાણે સિદ્ધ અનંતની અવગાહના ગણો તો અડચણ નથી, પણ તેથી કંઈ કોઈ પણ જીવે કોઈ પણ બીજા જીવની સાથે કેવળ એકત્વપણે ભળી જવાપણું કર્યું છે એમ છે જ નહીં. સૌ નિજભાવમાં સ્થિતિ કરીને જ વર્તી શકે. જીવે જીવની જાતિ એક હોય તેથી કંઈ એક જીવ છે તો પોતાપણું ત્યાગી બીજા જીવોના સમુદાયમાં ભળી સ્વરૂપનો ત્યાગ કરી દે, એમ બનવાનો શો હેતુ છે ? તેનાં પોતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, કર્મબંધ અને મુક્તાવસ્થા એ અનાદિથી ભિન્ન છે, અને મુક્તાવસ્થામાં પાછાં તે દ્રવ્ય, ક્ષેત્ર, ભાવનો ત્યાગ કરે, તો પછી તેનું પોતાનું સ્વરૂપ શું રહ્યું ? તેને શો અનુભવ રહ્યો ? અને પોતાનું સ્વરૂપ જવાથી તેની કર્મથી મુક્તિ થઈ, કે પોતાના સ્વરૂપથી મુક્તિ થઈ ? એ પ્રકાર વિચારવા યોગ્ય છે. એ આદિ પ્રકારે કેવળ એકપણું જિને નિષેધ્યું છે.
અત્યારે વખત નહીં હોવાથી એટલું લખી પત્ર પૂરું કરવું પડે છે. એ જ વિનંતિ.
આ. સ્વ. પ્રણામ
પત્રાંક - ૧૩
સંવત ૧૯૫૦ના ભાદરવા સુદી ૬, બુધવાર સ્વસ્તી શ્રી મુંબાઈ બંદર મહાસુભસ્થાને સકળ ગુણજાણ તરણતારણ, બોધસ્વરૂપ, પરમાત્માદેવ, સાહેબજી શ્રી રાજ્યચંદ્રભાઈની ચીરણજીવ હજો.
શ્રી સાયલેથી લી. આજ્ઞાંકિત સેવક સોભાગ લલ્લુભાઈના નમસ્કાર વાંચજો. આપનો લખેલ કીરપા (કૃપા) પત્ર ભાદરવા સુદ ૪નો લખેલ આજ સવારમાં પહોંચ્યો. વાંચી લખવાનો ખુલાસો આવવાથી અમો બન્ને જણને આનંદ થયો છે અને જે આપે લખ્યું છે તે બરાબર છે તેમાં શંકા કરવા જેવું રેતું (રહેતું) નથી. આ ફેરાનો
કાગળ લીંમડી બીડીશ. ખીમચંદભાઈની મરજી હશે તો ઠાકોર સાહેબને વંચાવી પાછો
શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
Jain Education International
For Personal & Private Use Only
૧૩૭
www.jainelibrary.org