________________
બાહ્ય માહાભ્યને ભજે એમ થવા દેવા યોગ્ય નથી; અને હજુ કંઈક તેવો ભય રાખવો યોગ્ય લાગે છે. બેય પ્રકારને હાલ તો ઘણું કરી નિત્ય વિચારવામાં આવે છે, તથાપિ બહુ સમીપમાં તેનું પરિણામ આવવાનો સંભવ જણાતો નહીં હોવાથી બનતાં સુધી તમને લખ્યું કે કહ્યું નથી. તમારી ઇચ્છા થવાથી વર્તમાન જે સ્થિતિ છે, તે એ સંબંધમાં સંક્ષેપે લખી છે; અને તેથી તમને કોઈ પણ પ્રકારે ઉદાસ થવું ઘટતું નથી, કેમ કે અમને વર્તમાનમાં તેવો ઉદય નથી; પણ અમારો આત્મપરિણામ તે ઉદયને અલ્પકાળમાં મટાડવા ભણી છે, એટલે તે ઉદયની કાળસ્થિતિ કોઈ પણ પ્રકારે વધારે બળવાનપણે વેદવાથી ઘટતી હોય તો તે ઘટાડવા વિષે વર્તે છે, બાહ્ય માહાભ્યની ઇચ્છા આત્માને ઘણા વખત થયા નહીં જેવી જ થઈ ગઈ છે, એટલે બુદ્ધિ બાહ્ય માહાભ્ય ઘણું કરી ઇચ્છતી જણાતી નથી, એમ છે, તથાપિ બાહ્ય માહાભ્યથી જીવ સહેજ પણ પરિણામભેદ ન પામે એવી સ્વસ્થતામાં કંઈક ન્યૂનતા કહેવી ઘટે છે; અને તેથી જે કંઈ ભય રહે છે તે રહે છે, જે ભયથી તરતમાં મુક્તપણું થશે એમ જણાય છે.
કબીર સાહેબનાં બે પદ અને “ચારિત્રસાગરનું એક પદ નિર્ભયપણાથી તેમણે કહ્યાં છે તે લખ્યાં, તે વાંચ્યાં છે. શ્રી “ચારિત્રસાગરનાં તેવાં કેટલાંક પદો પ્રથમ પણ વાંચવામાં આવ્યાં છે તેવી નિર્ભય વાણી મુમુક્ષુજીવને ઘણું કરી ધર્મપુરુષાર્થમાં બળવાન કરે છે.
અમારાથી તેવાં પદ કે કાવ્યો રચેલાં જોવાની જે તમારી ઇચ્છા છે. તે હાલ તો ઉપશમાવવા યોગ્ય છે. કેમ કે તેવાં પદ વાંચવા વિચારવામાં કે કરવામાં ઉપયોગનો હાલ વિશેષ પ્રવેશ થઈ શકતો નથી, છાયા જેવો પણ પ્રવેશ થઈ શકતો નથી. - સોનાના ઘાટ જુદા જુદા છે; પણ તે ઘાટનો જો ઢાળ પાડવામાં આવે તો તે બધા ઘાટ મટી જઈ એક સોનું જે અવશેષ રહે છે; અર્થાત્ સૌ ઘાટ જુદા જુદા દ્રવ્યપણાનો ત્યાગ કરી દે છે અને સૌ ઘાટની જાતિનું સજાતીયપણું હોવાથી માત્ર એક સોનારૂપ દ્રવ્યપણાને પામે છે એ પ્રમાણે દૃષ્ટાંત લખી આત્માની મુક્તિ અને દ્રવ્યપણાના સિદ્ધાંત ઉપર પ્રશ્ન કર્યું છે, તે સંબંધમાં સંક્ષેપમાં જણાવવા યોગ્ય આ પ્રકારે છે :
સોનું ઉપચારિક દ્રવ્ય છે એવો જિનનો અભિપ્રાય છે, અને અનંત પરમાણુના સમુદાયપણે તે વર્તે છે ત્યારે ચક્ષુગોચર થાય છે. જુદા જુદા તેના ઘાટ બની શકે છે તે સર્વે સંયોગીભાવી છે, અને પાછા ભેળા કરી શકાય છે તે, તે જ કારણથી છે.
૧૩૬
.. સ્ક્રયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Persored
ate Use Only
www.jainelibrary.org