________________
પરમકૃપાળુદેવના સત્સમાગમ માટે તલસાટ અનુભવતા શ્રી સૌભાગ્યભાઈ ઈડર જવાની તત્પરતા દર્શાવતા પત્રો લખે છે અને તે હેતુ માટે છેવટે એક રાત પણ સાયલા આવવા વિનવે છે. પરંતુ કોઈ કારણસર પરમકૃપાળુદેવ સાયલા આવી શકતા નથી પણ પત્ર લખે છે ત્યારે શ્રી સૌભાગ્યભાઈ તેના પ્રત્યુત્તરમાં સંવત ૧૯૫૩ના ફાગણ વદ એકમના (પત્રાંક-૪૫) લખે છે કે, “પ્રશ્નનો ઉત્તર આપે લખ્યો તે વાંચી ઘણો આનંદ થયો છે. વળી આ બાળકને જ્ઞાન બોધ આપ્યા કરશો. આપે ઈડર જાવા વિષે રોગાદિકની ઘણી હરકત છે તેથી હમણાં બંધ રાખ્યું છે, લખ્યું તે ઠીક કર્યું છે. આપ લખો છો તેમ જ છે. કૃપાનાથ વારંવાર લખતાં લાચાર છું, તો પણ બહુ આતુરતા છે. આંખે ઝાંખપ દિન દિન વધતી જાય છે. તાવ પણ રોજ ચાર પાંચ બજાથી વાસા બે વાસાનો આવે છે ને મારી અવસ્થા છે. તો જેટલા દી સમાગમ થાય તેટલા સફળ છે. ફરી ફરી આવો જોગ અનંત કાળે બન્યો છે, તે સફળ થાય તો સારું એમ જાણી મારાથી ત્યાં ન આવી શકાય તેવી અશક્તિને લીધે આપને અહીં પધારવા વિનંતી ઘણા દિવસ થયા કરું છું... તો હવે કૃપા કરી જેમ વેળાસર આંહી પધારવાનું થાય તો ઘણો આનંદ ઊપજે. આપ ઉપકારી પુરુષ છો તો મારી વિનંતી સફળ કરશો.” આમ વારંવારની વિનંતીને માન આપી પરમકૃપાળુદેવ વૈશાખ માસમાં સાયલા પધાર્યા અને ત્યાં દશ દિવસ સ્થિરતા કરી. અને ભાદરવા માસથી લાગુ પડેલ જીર્ણ જવરને લઈ શ્રી સૌભાગ્યભાઈની તબિયત નાદુરસ્ત હતી છતાં પરમકૃપાળુદેવે અતિ આગ્રહથી - પરમ પરમાર્થ પ્રેમથી શ્રી સૌભાગ્યભાઈને ઈડર સાથે લઈ જવાનું કહ્યું ત્યારે શ્રી સૌભાગ્યભાઈના પુત્રી ત્રંબકલાલે કહ્યું - સૌભાગ્યભાઈ ઘણા નબળા પડી ગયા છે તો આવા શરીરે ઘર બહાર તેમને જવા દેવાનું કોઈને હૈયે બેસતું નથી. આવા શરીરનો કેમ ભરોસો રાખી શકાય ? તેમ જ દુનિયા પણ અમને ગાંડા જ ગણે ને ? ત્યારે પરમકૃપાળુદેવે કહ્યું કે, “યંબક, તમે સૌ ફિકર કરો મા. શ્રી સૌભાગ્યભાઈની સેવા તથા ઉત્તરક્રિયા તારા હાથથી થશે.” આમ સર્વને હૈયાધારણ આપતાં પરમકૃપાળુદેવ સાથે શ્રી સૌભાગ્યભાઈ વૈશાખ વદમાં ઈડર પધાર્યા. ઈડર ક્ષેત્રે દશ દિવસ સ્થિરતા કરી શુદ્ધ આત્મસ્વભાવમાં રમણ કરતા અધ્યાત્મમૂર્તિ શ્રીમદે પરમાર્થ મેઘની વર્ષા વરસાવી. આ પરમસખાને અપૂર્વ લાભ આપી પરમ પરમાર્થ પ્રેમથી તરબોળ કરી દીધા બાદ પોતે મુંબઈ પધાર્યા જ્યારે શ્રી સૌભાગ્યભાઈ પાછા ક્ષેમકુશળ સાયલા પધાર્યા.
ત્યાર પછી શ્રી સૌભાગ્યભાઈની શારીરિક સ્થિતિ દિનપ્રતિદિન વિશેષ લથડતી
.. હૃદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org