________________
ચાલી, ઉત્તરોત્તર ક્ષીણ થતી ગઈ. પરમકૃપાળુદેવે શ્રી સૌભાગ્યભાઈની અંતિમ અવસ્થા જાણી મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈને ખાસ શ્રી સૌભાગ્યભાઈની અંતિમ આરાધનામાં સહાયક થવા અર્થે મોકલ્યા. આત્મસિદ્ધિ શાસ્ત્રનું એકાગ્રતા પૂર્વક તત્ત્વચિન્તન, નાદુરસ્ત અવસ્થા છતાં સાયલામાં શ્રીમદ્જી સાથેનો દશ દિવસનો સત્સમાગમ, ત્યારબાદ ઈડર જેવી તપોભૂમિમાં દ્રવ્યાનુયોગની પ્રાપ્ત થયેલ સૂક્ષ્મ સમજણ અને હવે છેવટે મુંબઈથી શ્રીમદ્જીએ લખેલા ત્રણ અમર પત્રોએ શ્રી સૌભાગ્યભાઈના પુરુષાર્થને એવો પ્રબળ કર્યો કે એમનો આત્મા સમ્યગદર્શનને પામ્યો.
પ્રથમ પત્ર મુંબઈથી જેઠ સુદ, ૧૯૫૩ના લખાયેલ છે (પત્રાંક-૭૭૯). બીજો પત્ર જેઠ સુદ આઠમ, ભોમ, ૧૯૫૩ના લખાયેલ છે (પત્રાંક-૭૮૦) અને ત્રીજો પત્ર જેઠ વદ છઠ્ઠ, રવિવાર, ૧૯૫૩ના લખાયેલ છે (પત્રાંક-૭૮૧). પરમ ભવ્ય શ્રી સૌભાગ્યભાઈને અંતિમ આરાધનામાં અપૂર્વ સમાધિમરણમાં મંગલમય મૃત્યુ માટે પરમ ઉપયોગી – પરમ ઉપકારી થઈ પડેલ એવા મોક્ષમાર્ગની દીવાદાંડી સમા આ અમર પત્ર - રત્નત્રયી સર્વ કાળના સર્વ મુમુક્ષુઓને અંતિમ આરાધના માટે અપૂર્વ માર્ગદર્શક થઈ પડે એવા છે.
પ્રથમ પત્ર (પત્રાંક-૭૭૯)માં “સમયસાર નાટક”માંથી સ્વભાવ જાગૃતદશાનો અપૂર્વ ભાવવાહી સવૈયો મૂકેલ છે.
ચિત્રસારી ન્યારી, પરજંક ન્યારો, સેજ ન્યારી, ચાદરિ ભી ન્યારી, ઈહાં મૂઠી મેરી થપના; અતીત અવસ્થા સૈન, નિદ્રાવાહિ કોઉ પૈ ન, વિદ્યમાન પલક ન, યામેં અબ છપના;
સ્વાસ ઔ સુપન દોઉ, નિદ્રાકી અલંગ બુઝે, સૂઝે સબ અંગ લખિ, આતમ દરપના; ત્યાગી ભય ચેતન, અચેતનતા ભાવ ત્યાગિ, ભાલે દૃષ્ટિ ખોલિકે, સંભાલે રૂપ અપના.
(સમયસાર નાટક - નિર્જરા દ્વાર - ૧૫) જૈસો નિરભેદરૂપ, નિચે અતીત હતી, તૈસો નિરભેદ અબ, ભેદકી ન ગઈંગી !
દિસે કર્મ રહિત સહિત સુખ સમાધાન, શ્રી સોભાગભાઈનું સમાધિમરણ
Jain Education International
For Perscod
rivate Use Only
www.jainelibrary.org