________________
આપનો પત્ર દુકાન સંબંધ બાબત આવ્યો તે પોંચો (પહોંચ્યો) અવેજ બીડવા વિષે ઘણી તાકીદ લખી આપે નડીઆદ ભલામણ કરેલ તેથી વધારે કાળજી છે. પણ માલ પરાંત (પુરાંત) વધારે રે (રહી) આવેલ છે. દરબારમાં જે રૂપિયા લેણા છે તે આજકાલ કરે છે. તમારા કાગળ વંચાવ્યા છે. તો હવે જેમ બનશે તેમ થોડા દિવસમાં હાલમાં સરાફની હૂંડી રૂ. ૫00/- સુદ ૧૩ની તારીખની લીધેલ તે હૂંડી દેશાવરથી બીડાવવા કહેલ પણ તે ઘાટ તેને આવ્યો નહીં. હવે આજ તે હૂંડી આવશે એમ કહ્યું છે તો બીડી આપશું.
વળી રૂ. ૫૦૦/-ની હૂંડી થોડા દિવસમાં જેમ બનશે તેમ કરી બીડશે. તમે કાંઈ અધિરાઈથી આવી તાકીદ લખો નહીં. ફક્ત દેશાવરમાં નાણાભીડને લીધે લખો છો. તો પણ અવેજ ખાતે કોઈ જાતની ચિંતા રાખશો નહીં.
જેમ જોગો થશે તેમ બીડશે એટલું છે કે, ધીરે ધીરે બડાશે બીજો ઉપાય નથી એ જ વિનંતી. આપ ક્ષમા કરશો.
સાયલેથી લિ. સોભાગ વ. પત્રાંક - ૬૬૦
મુંબઈ, પોષ સુદ ૬, રવિ, ૧૯૫ર “શ્રદ્ધા જ્ઞાન લહ્યાં છે તો પણ, જો નવિ જાય પમાયો (પ્રમાદ) રે, વંધ્ય તરુ ઉપમ તે પામે, સંયમ ઠાણ જો નાયો રે;
– ગાયો રે, ગાયો, ભલે વીર જગતગુરુ ગાયો.
વ. પત્રાંક - ૨
મુંબઈ, પોષ વદ, ૧૫ર સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ એવા આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. એ નિશ્ચયમાં ત્રણે કાળને વિષે શંકા થવા યોગ્ય નથી.
યોગ અસંખ્ય જે જિન કહ્યા, ઘટમાંહી રિદ્ધિ દાખી રે, નવપદ તેમ જ જાણજો, આતમરામ છે સાખી રે.' - શ્રી શ્રીપાળરાસ
૧૬૨
... દયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org